Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં પૂરથી 'જળપ્રલય':પવનની ગતિએ આવ્યું પાણી, પુલ-વાહનો અને મકાનો બધું જ તણાયું; જુઓ તબાહીનાં 18 ભયાનક ફોટો-વીડિયો

    20 hours ago

    નેપાળમાં બુધવારે તિબેટમાંથી આવેલા અચાનક પૂરથી રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. ટિમુરેથી ત્રિશૂલી બજાર અને બેત્રાવતી સુધી પૂરના પાણી અને કાટમાળથી ઘરો, રસ્તાઓ અને પુલ તબાહ થઈ ગયા, જ્યારે એક હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ તણાઈ ગયો. ઘણા વિસ્તારોમાં પૂરનો નજારો એવો હતો કે હેલિપેડ પણ તણાઈ ગયું અને રેસ્ક્યુ હેલિકોપ્ટરને ઉતર્યા વિના પાછા ફરવું પડ્યું. 17 ફોટો-વીડિયોમાં જુઓ તબાહી નેપાળમાં પ્રવેશતા જ પૂરે પાવર પ્લાન્ટનો બંધ તોડ્યો નેપાળ-તિબેટ બોર્ડર પાસે 216 મેગાવોટ ક્ષમતા ધરાવતો અપર ત્રિશુલી-1 જળ વિદ્યુત પરિયોજનાનો બંધ પાણીના તેજ પ્રવાહમાં તૂટી ગયો. બજારમાં પાણી ઘૂસી ગયું, બધું તબાહ કરી દીધું નેપાળના ચિતવનના કુરિનેટારમાં ત્રિશુલી નદી પર બનેલો ઝૂલતો પુલ પાણીના તેજ પ્રવાહથી તૂટી ગયો. હેલિકોપ્ટરથી સર્વે-રેસ્ક્યુ થયું પૂરમાં ફસાયેલા એક યુવકે પોતાની ટી-શર્ટ લહેરાવીને ઈશારો કર્યો તો સેનાના હેલિકોપ્ટરે તેનું રેસ્ક્યુ કર્યું. નેપાળ સરકારે પૂરથી તબાહ થયેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો. જેમાં ઘણા વિસ્તારોમાં નુકસાન જોવા મળ્યું. પાણીનો પ્રવાહ અટક્યો તો વિનાશનું દ્રશ્ય દેખાયું પૂરના તેજ પ્રવાહમાં લોકોના ઘરોનો સામાન તણાઈ ગયો. ઘણા લોકો તેને કાઢવા માટે નદીમાં કૂદી પડ્યા. -------------- આ સમાચાર પણ વાંચો… નેપાળમાં પૂરથી તબાહી, 17નાં મોત, 384 ગુમ:તેમાં 105 ભારતીયો, તિબેટમાં ગ્લેશિયર ફાટવાની આશંકા; બિહારના 8 જિલ્લામાં એલર્ટ તિબેટમાંથી આવેલા અચાનક પૂરને કારણે નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભોટેકોશી નદીનું જળસ્તર અચાનક વધવાને કારણે ટિમુરે અને સ્યાબ્રુબેસી વિસ્તારમાં અનેક ઘરોને નુકસાન થયું છે. પૂરની ચપેટમાં રસૂવાનો એક હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ આવી ગયો અને તે વહી ગયો. ન્યૂઝ એજન્સી AP અનુસાર, અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. પૂર પછી ભારે સંખ્યામાં લોકો ગુમ છે. નેપાળના પર્યટન વિભાગ અનુસાર, 384 લોકોનો પત્તો નથી. આમાં 291 વિદેશી પર્યટકો છે જેમાં 105 ભારતીય નાગરિકો પણ સામેલ છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં તિબેટના ભૂકંપથી પૂર, 50થી વધુનાં મોત:105 ભારતીયો સહિત 400 ગુમ, મોટાભાગના કૈલાસ માનસરોવર જતા હતા; ભૂકંપ-ભૂસ્ખલનથી પૂર આવવાનો દાવો
    Next Article
    શહેરના ગાયનેકોલોજિસ્ટ દંપતીને આંતરરાષ્ટ્રીય સન્માન:બેંગકોકમાં ડો. મુકેશ બાવિશી અને ડો. વિદુલા બાવિશીને ગ્લોબલ એવોર્ડ એનાયત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment