Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભા સાંસદ જિતેન્દ્ર કણઝારિયાએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો:ખંભાળિયાની દેરામોરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

    3 days ago

    રાજ્યસભાના સાંસદ જિતેન્દ્રભાઈ કણઝારિયાના હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની દેરામોરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. આ પ્રસંગે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવનાર બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું. સાંસદ જિતેન્દ્રભાઈ કણઝારિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003થી આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. આ મહાઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણનું સાર્વત્રિકરણ અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે પ્રવેશ મેળવનાર ભૂલકાંઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. સાંસદે ઉમેર્યું હતું કે, વર્તમાન સમય સાથે તાલ મિલાવવા માટે શિક્ષણ અત્યંત મહત્ત્વનું છે. શિક્ષણ બાળકોના જીવનનું ઘડતર કરે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર શૈક્ષણિક ક્ષેત્રના વિકાસ માટે મોટું બજેટ ફાળવી રહી છે અને શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે શિક્ષણ ક્ષેત્રની યોજનાઓની વિગતવાર માહિતી પણ આપી હતી. આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલભાઈ કરમૂર અને દેરામોરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. શાળાના પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ અને અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળ પ્રતિભા શોધ સ્પર્ધા-2026માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીનું પણ રાજ્યસભાના સાંસદના હસ્તે સન્માન કરાયું હતું. આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પ્રાથમિક શિક્ષણ વિભાગના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉ. અશોકકુમાર ઠક્કર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચીમનભાઈ નકુમ, અગ્રણીઓ મયુરભાઈ નકુમ, સંજયભાઈ નકુમ, સરપંચશ્રી, પદાધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્ય કેળવણી મહોત્સવ:મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ, વિવિધ શાળાઓમાં 135 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી આવકાર્યા
    Next Article
    બોટાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:ઝમરાળા ગામે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ કરાવ્યો શુભારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment