Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:ઝમરાળા ગામે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ કરાવ્યો શુભારંભ

    3 days ago

    ગુજરાત રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. બોટાદ તાલુકાના ઝમરાળા ગામ ખાતે આવેલી સર્વોદય વિદ્યાલય પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પહેલાં સ્થાનિક આગેવાનો, શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા સાંસદશ્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ નવપ્રવેશી વિદ્યાર્થીઓનો હાથ પકડી તેમને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણયાત્રાની શુભ શરૂઆત કરાવી. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમને ઔપચારિક રીતે પ્રારંભ આપવામાં આવ્યો. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે શિક્ષણ અત્યંત જરૂરી છે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમાજના દરેક વર્ગે સહકાર આપવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન શાળામાં પ્રવેશ લેનાર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણ સંરક્ષણના સંદેશને મજબૂત બનાવવા માટે રાજ્યસભાના સાંસદ તેમજ અન્ય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પણ સક્રિય ભાગ લઈ પર્યાવરણ બચાવો અને બેટી બચાવો અભિયાન વિષયક પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેનો સંકલ્પ સ્પષ્ટપણે જોવા મળ્યો. આ પ્રસંગે ગામના સરપંચ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો, વાલીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભા સાંસદ જિતેન્દ્ર કણઝારિયાએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો:ખંભાળિયાની દેરામોરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો
    Next Article
    'Access to Drinking Water A Right': Bombay High Court Flags Scarcity In Maharashtra

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment