Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ:રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

    3 days ago

    આજના ભૂલકાઓ જ આવતીકાલના રાષ્ટ્રના ઘડવૈયા - ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશ સોલંકી સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લામાં પણ આજે ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો, જે અંતર્ગત ઘોઘા તાલુકાના કુડા પ્રાથમિક શાળા ખાતે મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે આંગણવાડી તથા બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરવામાં આવી હતી, મંત્રીએ બાળવાટિકા ખાતે 36 ભૂલકાઓને રમકડાંની કિટ આપી પ્રવેશ કરાવ્યો હતો તેમજ ધોરણ-1 માં પ્રવેશ મેળવનાર 38 વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસપૂર્વક સ્વાગત કરી તેમના શૈક્ષણિક જીવનનો શુભ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી સેક્રેટરી રવિભાઈ જોષીએ શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોને શાળામાં દાખલ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ દરેક બાળક અને બાળકી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે તેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. રાજ્ય સરકાર આ અભિયાનને અત્યંત મહત્વપૂર્ણ માને છે અને તેથી જ ઉચ્ચ અધિકારીઓને ગામડાં સુધી મોકલી શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવે છે. તેમણે દીકરીઓના શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, એક શિક્ષિત દીકરી માત્ર પોતાના જીવનને જ નહીં, પરંતુ બે પરિવારોના વિકાસને પણ દિશા આપે છે. સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓને શિક્ષણ અને સમાન તકો ઉપલબ્ધ કરાવવી એ સમયની આવશ્યકતા છે. આજે દીકરીઓ વહીવટી સેવા, સશસ્ત્ર દળો, વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી રહી છે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે, વાલીઓ અને શિક્ષકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, બાળકોની પ્રતિભા, રસ અને ક્ષમતાને ઓળખી તેમને યોગ્ય માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે. યોગ્ય તક અને સહયોગ પ્રાપ્ત થાય તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઉભી કરી શકે છે. ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય આપણા બાળકોમાં સમાયેલું છે. આજના નાનાં ભૂલકાઓ જ આવતીકાલે સમાજ અને રાષ્ટ્રના ઘડવૈયા બનવાના છે. રાજ્ય સરકાર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં વાલીઓની ભૂમિકા પણ એટલી જ અગત્યની છે. વાલીઓ બાળકોને નિયમિત શાળાએ મોકલે, તેમના અભ્યાસમાં રસ લે અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરે તો દરેક બાળક પોતાની પ્રતિભાને ખીલવી શકશે. શિક્ષિત, સંસ્કારી અને સશક્ત બાળકો જ વિકસિત સમાજ અને સમૃદ્ધ રાષ્ટ્રના પાયાના સ્તંભ બનશે,” તેમ જણાવાયું હતું, કાર્યક્રમ દરમિયાન ગત વર્ષે ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, શાળા પ્રવેશોત્સવ બાદ મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો, આ પ્રસંગે વિદ્યાર્થી નયન ગોહિલે “વૃક્ષો વાવો, જીવન બચાવો” વિષય પર અને વિદ્યાર્થીની શ્રુતિ કંટારિયાએ “બેટી બચાવો, બેટી ભણાવો” વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. કુડા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી, ભાયાભાઈ ગોહિલ, દિનેશભાઈ, શાળાના આચાર્ય વિજયભાઈ રાઠોડ, વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકગણ, એસ.એમ.સી.ના સભ્યઓ, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં શાળા પ્રવેશોત્સવ:રાજ્યમંત્રી સાગર પનસરા રહેશે ઉપસ્થિત
    Next Article
    87 સ્થળોએથી 1503 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો:મનપાની ફૂડ શાખાની મેગા ડ્રાઇવ, ₹1.11 લાખથી વધુના દંડની વસૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment