Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    87 સ્થળોએથી 1503 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો:મનપાની ફૂડ શાખાની મેગા ડ્રાઇવ, ₹1.11 લાખથી વધુના દંડની વસૂલાત

    3 days ago

    રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સંગ્રહ સામે વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 87 પેઢી, હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 1503 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ 25 એકમોને લાઈસન્સ, સ્ટોરેજ અને હાઈજૈનિક સ્થિતિ અંગે નોટિસ આપવામાં આવી હતી અને કુલ ₹1,11,300નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ક્રિશ ફાસ્ટ ફૂડમાંથી 50 કિલોથી વધુ જથ્થાનો નાશ આ ચેકિંગ ડ્રાઈવ દરમિયાન જામનગર રોડ નજીક માધાપર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટ્સમાંથી સૌથી વધુ 800 કિલો પડતર સિરિયલ પ્રોડક્ટ્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો અને ₹10,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. માધાપર ચોકડી વિસ્તારની વિવિધ રેસ્ટોરન્ટોમાંથી પણ વાસી અને અખાદ્ય ખાદ્યસામગ્રી મળી આવી હતી. જય ખોડિયાર રેસ્ટોરન્ટ, બાલાજી રેસ્ટોરન્ટ, સીતારામ ફૂડ ઝોન અને ક્રિશ ફાસ્ટ ફૂડમાંથી 50 કિલોથી વધુ જથ્થાનો નાશ કરી નોટિસો આપવામાં આવી હતી. એકમોને હાઈજિન અને લાઈસન્સ બાબતે નોટિસો કોઠારીયામાં સ્વાતિ મેઈન રોડ વિસ્તારમાં ફેમિલી ફેન્સી ઢોસા, સૂર્યા ઢોસા અને સીતારામ રેસ્ટોરન્ટ સહિતની એકમમાંથી અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે પુનિતનગર 80 ફૂટ રોડ વિસ્તારમાં ખોડલધામ ફાસ્ટ ફૂડ, જલિયાણ પાઉંભાજી, દ્વારકાધીશ ચાઇનીઝ પંજાબી, બાપા સીતારામ નાસ્તા ગૃહ અને વી.એસ. ઢોસા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મવડી ચોકડી વિસ્તારમાં શુભમ ફેમિલી રેસ્ટોરન્ટમાંથી ચટણી અને કાચા શાકભાજી સહિત 15 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે યુ.કે. ડાઈનિંગ હોલ એન્ડ કેટરર્સમાંથી 30 કિલો સડેલી ડુંગળી, કેળાં અને અન્ય શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો. અનેક એકમોને હાઈજિન અને લાઈસન્સ બાબતે નોટિસો પણ ફટકારવામાં આવી હતી. પાઉં, ગ્રેવી, શાકભાજી, નૂડલ્સ અને અન્ય વાસી ખાદ્ય સામગ્રીનો નાશ બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં ઠાકોરજી રેસ્ટોરન્ટ, શ્રી ચાઇનીઝ એન્ડ પંજાબી, સુનિલ રેસ્ટોરન્ટ, શ્યામ છોલે-ભટુરે, રાજ ઘૂઘરા અને માં શક્તિ ગાંઠિયા સહિતની દુકાનમાંથી અખાદ્ય તેલ, ચટણી, ગ્રેવી અને અન્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અનેક એકમોમાં સ્થળ તપાસ કરી વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે કોટેચા ચોક-રૈયા રોડ, કાલાવડ રોડ તેમજ પેડક રોડ-સંતકબીર રોડ વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરી લાઈસન્સ અને હાઈજિન સંબંધિત અનિયમિતતાઓ બદલ અનેક પેઢીઓને નોટિસો ફટકારી હતી. કેટલીક જગ્યાએ પાઉં, ગ્રેવી, શાકભાજી, નૂડલ્સ અને અન્ય વાસી ખાદ્ય સામગ્રીનો નાશ પણ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું હતું કે, શહેરમાં નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે આ પ્રકારે ચેકિંગ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ:રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો
    Next Article
    Rajkot Water Issue | રાજકોટમાં પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓનો હલ્લાબોલ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment