Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં પોલીસ પુત્રને છરી બતાવી લૂંટી લેવાયો:આરોપીઓ રાત્રીના સમયે મુસાફરને રિક્ષામાં બેસાડી બાદમાં ગળેટુંપો આપી છરી બતાવી લૂંટ ચલાવતા, ત્રણ શખ્સોની ધરપકડ

    3 days ago

    રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી રીક્ષા ગેંગ સક્રિય બની ગુનાઓને અંજામ આપી રહી છે આવી જ વધુ એક ગેંગને ભક્તિનગર પોલીસે ઝડપી પાડી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત રવિવારના રોજ રાત્રીના સમયે પોલીસ પુત્રને ગળેટુંપો આપી છરી બતાવી રૂપિયા 2000ની લૂંટ ચલાવવા કેસમાં પોલીસે ત્રણ લૂંટારૂઓને ઝડપી પાડી રીક્ષા સહીત મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ ત્રણ જેટલી લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આરોપીઓ આપી રહ્યા છે જો કે આ અંગે કોઈ પોલી ફરિયાદ નોંધાઈ ન હોવાથી પોલીસ દ્વારા ભોગબનનાર લોકોને પોલીસ ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. રાજકોટના એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, રાજકોટ ભક્તિનગર પોલીસ ટીમે લૂંટના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી છે જેમાં પરેશ કરમશી સોરઠીયા (ઉ.વ.35), રાજેન્દ્ર ચંદુભાઈ અગ્રવાત (ઉ.વ.31) અને કૃણાલ રમેશ મુરબીયા (ઉ.વ.25)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મળી ગત રવિવારના રાત્રે 10 વાગ્યે અટિકા ફાટક નજીક યુવાનને છરી બતાવી રૂપિયા 2000ની લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપવામાં આવી છે આ ઉપરાંત અન્ય બે લૂંટને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે પરંતુ આ અંગ કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાથી ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ રીક્ષામાં લૂંટના ગુનાને અંજામ આપવા નીકળતા હતા જેમાં તેઓ મોટા ભાગે રાત્રીના સમયે જ ગુનાને અંજામ આપતા હતા. આરોપીઓ પૈકી કૃણાલ મુરબીયા પોતે રીક્ષા ચલાવતો અને બાકીના બે આરોપી રિક્ષામાં અન્ય કોઈ એકલા મુસાફર હોય તો તેને બેસાડી બાદમાં અવાવરું જગ્યા નજીક અથવા લોકોની અવરજવર ન થતી હોય તેવી જગ્યા આસપાસ આરોપી રાજેન્દ્ર મુસાફરને ગળેટુંપો આપી છરી બતાવી લૂંટ ચલાવતા હતા. આરોપીઓએ અન્ય બે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે પરંતુ આ ગુનામાં કોઈ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ન હોવાથી પોલીસે ભોગબનનાર લોકોને ફરિયાદ નોંધાવવા તેમજ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં રવિવારે રેલવે સ્ટેશન પર ઉતરી પોલીસ પુત્ર ગોંડલ જવા માટે રીક્ષા શોધી રહ્યો હતો આ માટે તેને રીક્ષા ચાલક કૃણાલને રાજકોટ બસ સ્ટેન્ડ જવા માટે કહ્યું હતું જો કે આમ છતાં આરોપી કૃણાલએ તેને ગોંડલ ચોકડી સુધી મૂકી જાવ ત્યાંથી બસ મળી જશે તેમ કહી બસ સ્ટેન્ડના બદલે ગોંડલ ચોક મુકવા આવવાનું કહી બાદમાં અટિકા ફાટક નજીક છરી બતાવી બાદમાં તેની પાસે રહેલ રૂપિયા 2000ની લૂંટ ચલાવી હતી જે ગુનામાં ફ્રિયા નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી કૃણાલ મોરબીયા વિરુદ્ધ પ્રોહિબિશન અને મોબાઈલ ચોરીની ફરિયાદ અગાઉ નોંધાઈ ચુકી છે જયારે આરોપી રાજેન્દ્ર અગ્રાવત વિરુધ્ધ અગાઉ ગાંજો પીવા બદલ NDPS એક્ટ હેઠળ અને દારૂ પીવાના કેસમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર દુષ્કર્મ આચરનાર GRD જવાન ઝડપાયો:ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું, આપત્તિજનક ફોટો પાડી બ્લેકમેઈલ કર્યું
    Next Article
    હિંમતનગરમાં 2.24 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા:સાઈ મંદિર નજીકથી કારમાંથી દારૂ મળ્યો, ચાર સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment