Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારા પતિને બધાએ ભેગો થઈને મારી નાખ્યો':જૂનાગઢમાં GRD મહિલાના ત્રાસથી યુવકનો ઝેરી દવા પી આપઘાત, મૃતકની પત્નીએ કહ્યું- ચારેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરો

    15 hours ago

    જૂનાગઢ શહેરમાં હૃદય કંપાવનારી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં GRD મહિલાના અસહ્ય ત્રાસ અને પોલીસ વહીવટી તંત્રની ઉદાસીનતાના કારણે એક યુવકે જીવન ટૂંકાવ્યું છે.મૃતક હરદેવસિંહ ઉર્ફે હરિઓમ છત્રસિંહ જાડેજા (ઉં.વ.40, રહે. ટીંબાવાડી, જૂનાગઢ) ફાઈનાન્સ તથા છૂટક વેપાર-ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ કેસમાં આરોપી મીરાબેન સંજયભાઈ ગોસ્વામી સાથે મૃતકને સંબંધ હોવાને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી બંને વચ્ચે રૂપિયા તથા અન્ય કારણોસર સતત ઝઘડા થતા હતા. આરોપી મીરાબેન અવારનવાર હરદેવસિંહના ઘરે જઈને માનસિક ત્રાસ આપતી હતી. મીરાબેન GRDમાં નોકરી કરતા હોવાથી કાયદાને નેવે મૂકીને યુવક પાસે નાણાંની માંગણી કરતી હતી. '​મને ઘરમાં બેસાડ, કાં તો તું મને પૈસા આપ' આ ત્રાસથી કંટાળીને મરતા પહેલાં મૃતક હરદેવસિંહ જાડેજાએ સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે બોલી રહ્યા છે કે મીરાબેન સંજયભાઈ ગોસ્વામી મને ખૂબ હેરાન કરે છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો પણ સપોર્ટ મળે છે, પોલીસ મીરા ગોસ્વામીને સપોર્ટ આપે છે. મીરા મને કહે છે કે કાં મને ઘરમાં બેસાડ, કાં તો તું મને પૈસા આપ. મારા ઘરે આવીને મને હેરાન કરે છે. મીરા એ મારી પાસે પચ્ચીસ હજાર રૂપિયયા માંગે છે. મેં અગાઉ ફરિયાદ કરી દીધી હતી, પેલી અરજી દીધી અને પછી બીજી વખત પણ અરજી દીધી. મારું કોઈ માનતું નથી. હું મરી જાવ ને એનું કારણ આ છે, મારા મરવાનું કારણ આ છે. '​બ્લૅકમેલિંગ કરીને અઢી-ત્રણ લાખ રૂપિયા પડાવ્યા' મૃતકના પત્ની બીનાબેન જાડેજાએ જણાવ્યું હતું કે, મીરા ગોસ્વામી દ્વારા અમને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવ્યો છે. મીરા GRDમાં નોકરી કરતી હોવાથી તેણે મારા પતિ સાથે સંબંધ રાખી બ્લૅકમેલિંગ કરીને અઢી-ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા. મીરા ગૌસ્વામીએ પૈસાની ઉઘરાણી માટે અવારનવાર ટોર્ચર કર્યું હતું. મીરા ગોસ્વામી ને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે. મીરાબેન ગોસ્વામીને પોલીસે ઝડપી ​આ બનાવ અંગે મૃતકના ભાઈ મહાવીરસિંહ છત્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) કલમ 173 તથા BNS કલમ 108 હેઠળ આરોપી મીરાબેન સંજયભાઈ ગોસ્વામી સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પરિવારની માંગણી છે કે આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા તમામ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને તરત જ સસ્પેન્ડ કરવામાં આવે અને વ્યાજખોર મહિલા તથા સાથ આપનાર પોલીસકર્મીઓ સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય કોઈ નિર્દોષે આ પ્રકારે જીવ ગુમાવવો ન પડે. 'પોલીસ સમક્ષ સામેના આક્ષેપ પાયાવિહોણા' આ સમગ્ર મામલે જૂનાગઢ DYSP હિતેશ ધાંધલીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આ મામલે અગાઉ મીરા ગોસ્વામી એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હરદેવસિંહ જાડેજા વિરુદ્ધ અરજી કરી હતી. જેને લઈ મૃતકને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી દેવામાં આવી હતી. મૃતકના સગાએ પોલીસ પર કરેલા આક્ષેપો પાયા વિહોણા છે. કોઈપણ અરજદારની રજૂઆતને પોલીસ તાત્કાલિક ધ્યાને લઈ કામગીરી શરૂ કરે જ છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:વાસણાના સહજ સોલારિયમ 2 માં નવરાત્રીનો છઠ્ઠો દિવસ ઉજવાયો, ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ માણી
    Next Article
    AI -ફોટોશોપથી રેલવેની નકલી ટિકિટ બનાવવાનું કૌભાંડ:સોમનાથ -જબલપુર ટ્રેનમાંથી નકલી ટિકિટ સાથે 2 મુસાફર -સૂત્રધારની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment