Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેપરલીક અને શિક્ષણ કૌભાંડ સામે જૂનાગઢમાં કોંગ્રેસના પ્રહારો:શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ‘છાત્ર-ગુંજ’ અભિયાનની જાહેરાત

    3 days ago

    ​જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે પ્રદેશ કોંગ્રેસ અને સ્થાનિક સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલી અનિયમિતતાઓ અને વારંવાર થતા પેપરલીક મામલે ભાજપ સરકાર સામે આકરા આક્ષેપો કરાયા છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, દેશ અને ગુજરાતમાં શિક્ષણ હવે માત્ર ઉઘાડી લૂંટનું માધ્યમ બની ગયું છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ આર્થિક તેમજ માનસિક શોષણનો ભોગ બની રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના કથળેલા તંત્ર અને કૌભાંડોના કારણે યુવાનોના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા હોવાનું જણાવીને કોંગ્રેસે આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. 'છાત્ર-ગુંજ' અભિયાનની જાહેરાત કરવામાં આવી આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને સેવા દળના અધ્યક્ષ પ્રગતિ આહીરે જણાવ્યું હતું કે, ગુજરાત અને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષણના નામે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. પરીક્ષાઓમાં થતા મોટા કૌભાંડો અને વારંવાર લીક થતા પેપરની સામે કોંગ્રેસ પક્ષ હવે વિદ્યાર્થીઓના હક માટે મેદાને ઉતર્યો છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના અવાજને દેશ સ્તરે બુલંદ કરવા માટે કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં 'છાત્ર ગુંજ' નામનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય હેતુ શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવાનો છે. ​પ્રગતિ આહીરે તાજેતરમાં વિવાદોમાં આવેલી NEET પરીક્ષાના આંકડાકીય તથ્યો રજૂ કરતા કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. તેમણે વિગત આપતા કહ્યું કે દેશભરમાં આશરે 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ NEET પરીક્ષાની તૈયારી કરે છે, જેમાં ગુજરાતના પણ 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ સામેલ છે. આ તમામ વિદ્યાર્થીઓનો કોચિંગ, હોસ્ટેલ અને રહેવા-જમવાનો કુલ ખર્ચ અંદાજે રૂ. 1.32 લાખ કરોડ જેટલો થાય છે, જ્યારે તેની સામે કેન્દ્ર સરકારનું સમગ્ર દેશનું વાર્ષિક શિક્ષણ બજેટ માત્ર રૂ. 1.40 લાખ કરોડ છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે વાલીઓ પોતાના સંતાનોના ભવિષ્ય માટે બજેટ જેટલો જ જંગી ખર્ચ ખાનગી સંસ્થાઓ પાછળ કરી રહ્યા છે, છતાં સરકાર તેમને સુરક્ષિત અને પારદર્શક પરીક્ષા પદ્ધતિ આપવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે. કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માગ ​વારંવાર થતી પરીક્ષાની ગેરરીતિઓના કારણે વિદ્યાર્થીઓના મનોબળ પર થતી ગંભીર અસરો અંગે ચિંતા વ્યક્ત કરતા પ્રગતિ આહીરે ઉમેર્યું કે પેપરલીક અને કૌભાંડો માત્ર વહીવટી ખામી નથી પરંતુ લાખો યુવાનોના સપનાઓનો કચ્ચરઘાણ છે. પરીક્ષાઓ રદ થવાને કારણે દેશમાં વિદ્યાર્થીઓ ભારે માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે અને કમનસીબે આત્મહત્યાના બનાવો પણ સતત વધી રહ્યા છે, જે અત્યંત આઘાતજનક બાબત છે. આ અન્યાય સામે દેશના વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને આંદોલનો કરવા પડ્યા છે. કોંગ્રેસ પક્ષ અને દેશના યુવાનોની સમાન માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે, કારણ કે તેઓ જનતા અને વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવામાં નિષ્ફળ ગયા છે. ​કેન્દ્ર સરકારના છેલ્લા 10 વર્ષના શાસનકાળનો હિસાબ માંગતા કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો કે, મોદી સરકારના આ શાસનમાં અંદાજે 89 જેટલા પેપરલીકના બનાવો નોંધાયા છે અને 48 જેટલી મહત્વની પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. ભાજપ સરકારે શિક્ષણને માત્ર એક વ્યાપાર બનાવી દીધો છે અને પેપરલીક કરનારા મળતિયાઓ તેમજ કૌભાંડીઓ સામે કોઈ કડક કાયદાકીય પગલાં લેવામાં આવતા નથી, જેથી સમાજમાં કોઈ દાખલો બેસી શકતો નથી. જો આ સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી ન કરી શકતી હોય, તો શિક્ષણ મંત્રીએ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી અને તેમણે તુરંત રાજીનામું આપી દેવું જોઈએ. ​ભૂતકાળમાં બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને ફોરેસ્ટ ગાર્ડ જેવી સરકારી ભરતી પરીક્ષાઓના પેપર પણ વારંવાર લીક થયા છે, જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવાની નોબત આવી હતી. આમ છતાં, પરીક્ષાનું સંચાલન કરતા જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ હંમેશા વિદ્યાર્થીઓ અને વાલીઓની આ પીડાને વાચા આપી છે અને તેમણે જ રાજસ્થાનના કોટા ખાતેથી ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમની શરૂઆત કરીને આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉપાડ્યો છે, જેને હવે ગુજરાતમાં પણ વ્યાપક બનાવવામાં આવશે. ભારતમાં NEET, JEE, UPSC, SSC અને રેલવે ભરતી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાછળ દેશના મધ્યમવર્ગીય પરિવારોનો કુલ ખર્ચ અંદાજે રૂ. 3.5 લાખ કરોડ જેટલો થાય છે, જે દેશના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારે છે. આટલો મોટો આર્થિક બોજ ઉઠાવવા છતાં જો વિદ્યાર્થીઓને પ્રમાણિકતાથી રોજગાર કે શિક્ષણ ન મળતું હોય તો કોંગ્રેસ ચૂપ બેસશે નહીં.
    Click here to Read More
    Previous Article
    બાપુનગર મ્યુનિસિપલ ગાર્ડનમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ભવ્ય ઉજવણી:AMC દ્વારા યોગ બોર્ડ અને BJP સાથે મળીને બાપુનગર વોર્ડમાં યોગ શિબિર
    Next Article
    જૂનાગઢ કોલેજમાં યોગ દિવસની ઉજવણી:વિદ્યાર્થીનીઓ અને સ્ટાફે યોગાસનો કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment