Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ કોલેજમાં યોગ દિવસની ઉજવણી:વિદ્યાર્થીનીઓ અને સ્ટાફે યોગાસનો કર્યા

    3 days ago

    જૂનાગઢની ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિદ્યાર્થીનીઓ અને કોલેજના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે કોલેજના પ્રોફેસર ડો. હીરાબેન રાજવાણીએ યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિવિધ યોગાસનોનું નિદર્શન કરાવ્યું હતું અને સૌને યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજના આચાર્ય ડો. બલરામ ચાવડાએ સૌને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે યોગના સ્વાસ્થ્ય લાભો વિશે માર્ગદર્શન આપ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું કે,"યોગ તણાવપૂર્ણ જીવનમાં સંતુલન લાવવા માટે અત્યંત જરૂરી છે." ડો. ચાવડાએ જણાવ્યું કે યોગ દિવસ માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રહેતા, તે આપણા જીવનનો અભિન્ન અંગ બનવો જોઈએ. સંસ્થાના ટ્રસ્ટીઓ જવાહરભાઈ ચાવડા અને મીતાબેન ચાવડાએ આવી સામાજિક અને લોકહિતકારક પ્રવૃત્તિઓ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પેપરલીક અને શિક્ષણ કૌભાંડ સામે જૂનાગઢમાં કોંગ્રેસના પ્રહારો:શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ‘છાત્ર-ગુંજ’ અભિયાનની જાહેરાત
    Next Article
    ભિલોડા-શામળાજી હાઈવે પર બે બાઇક ટકરાયા:ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment