Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપુનગર મ્યુનિસિપલ ગાર્ડનમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ભવ્ય ઉજવણી:AMC દ્વારા યોગ બોર્ડ અને BJP સાથે મળીને બાપુનગર વોર્ડમાં યોગ શિબિર

    3 days ago

    ૨૧ જૂન, રવિવારના રોજ અંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY 2026) નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે બાપુનગર મ્યુનિસિપલ ઉદ્યાન ખાતે એક વિશેષ 'કોમન યોગ પ્રોટોકોલ' શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અનુભવી યોગ કોચ દક્ષાબેન દુધાત તથા યોગ ટ્રેનર રાજેશભાઈ ઠુમ્મર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાપુનગર વોર્ડના કાઉન્સિલર જયશ્રીબેન દાસરી, જયેન્દ્રભાઈ સેંગર તેમજ ભાજપ બાપુનગર વોર્ડના પ્રભારી હિંમતભાઈ પરિહાર અને પ્રમુખ અશોકભાઈ પરમાર જેવા મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી. આ મહાનુભાવોએ માત્ર હાજરી જ ન આપી, પરંતુ સામાન્ય નાગરિકોની સાથે સ્વયં ઉત્સાહભેર યોગાસનો કરીને સમગ્ર સમાજને નિરોગી સ્વાસ્થ્ય તરફ આગળ વધવાની એક ઉત્કૃષ્ટ પ્રેરણા પૂરી પાડી હતી. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત એવા 150થી વધુ નાગરિકોએ આ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાપુનગરના આ ગાર્ડનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે દરરોજ સવારે નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર:રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો; વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપી; તમામને 7 વર્ષની સજા જાહેર, 25,000 દંડ
    Next Article
    પેપરલીક અને શિક્ષણ કૌભાંડ સામે જૂનાગઢમાં કોંગ્રેસના પ્રહારો:શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ‘છાત્ર-ગુંજ’ અભિયાનની જાહેરાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment