Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર:રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો; વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપી; તમામને 7 વર્ષની સજા જાહેર, 25,000 દંડ

    3 days ago

    ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે. MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને 25,000નો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે. વસાવાની પત્ની સહિત 9 આરોપીઓ દોષિત આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો હતો. શું સજા થશે? આ મામલે સરકારી વકીલ વંદનાબેન ભટ્ટએ જણાવ્યું કે, 2023માં ફોરેન્ટ ઓફિસર પર ફાયરિંગ થયું હતું. જેમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આમાં સૌથી વધુ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.જોકે, હવે તમામને કેટલી સજા થશે તેની સુનાવણી હાલ ચાલી રહી છે. બપોર બાદ ખબર પડશે કે કેટલી અને શું સજા થાય છે. ચૈતર વસાવા ગુજરાત AAPના દિગ્ગજ આદિવાસી નેતા છે. આ ચુકાદા બાદ તેમના ધારાસભ્ય પદ અને આગામી રાજકીય ભવિષ્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. સરન્ડર સમયે ચૈતર વસાવાએ શું કહ્યું હતું? હું સામેથી સરન્ડર થવા આવ્યું છું. બધાને કહેવા માગું છું કે, હું અને મારો પરિવાર આદિવાસી સમાજ, નવયુવાનો, શિક્ષિતો અને પીડિતોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડતો રહીશ. બંધારણથી ચાલતી દેશની ન્યાયપ્રણાલી આ સંદર્ભે ન્યાય આપશે એનો મને વિશ્વાસ છે. વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. 'લાફા કાંડ' બાદ ચૈતર વસાવા સામે ફરિયાદ:ટ્રેસપાસિંગ, મારામારીના ગુના નોંધાયા 2 મહિના પહેલા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 'લાફા કાંડ' સામે આવ્યાં બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ટ્રેસપાસિંગ, મારામારીના ગુના નોંધાયા છે. જે મામલે MLA ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જેલોથી અમે ડરવાવાળા નથી, પુરી તૈયારી સાથે જશું પણ કામદારોને ન્યાય...સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો,.. ચૈતર વસાવા સામે અગાઉ નોંધાયેલા ગુનાઓ 1. વર્ષ 2014: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 147, 148, 149, 323, 354(A), 504, 503 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 35 અંતર્ગત ગુનો 2. વર્ષ 2018: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 115, 116, 120(B), 147, 148, 149, 395, 427, 450 અંતર્ગત ગુનો 3. વર્ષ 2017: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 143, 147, 149, 332, 341, 504, 506(2), ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો 4.વર્ષ 2019: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 354(A), (1), (4), 506(2) 67(A) of the IT Act, 2008 મુજબ ગુનો 5. વર્ષ 2020: ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષIPCની કલમ 188, 120 B, 186, 505(1) (B), 114 મુજબ ગુનો 6. વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 188, 269 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો 7. વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 323, 504, 506(2), 143, 147, 427, 452, 153(A) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો 8. વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 397, 504, 506(2) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો 9. વર્ષ 2022: ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષ 2022માં IPCની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 મુજબ ગુનો 10.વર્ષ 2022: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 306, 506(2) મુજબ ગુનો 11. રાજપીપળા પોલીસ મથકે IPCની કલમ IPCની કલમ 143, 147, 148, 149, 323, 504, 506(2) મુજબ ગુનો 12. કેવડિયા પોલીસ મથકે IPCની કલમ 353, 505(1),(B), 506(1), 188, 186, 143, 147, 269, 120B અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટ કલમ 51(B) મુજબ ગુનો આ અહેવાલને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ..
    Click here to Read More
    Previous Article
    સિલ્વર ઓક યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જોડાઈ:અમદાવાદના બે સ્થળોએ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો
    Next Article
    બાપુનગર મ્યુનિસિપલ ગાર્ડનમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ભવ્ય ઉજવણી:AMC દ્વારા યોગ બોર્ડ અને BJP સાથે મળીને બાપુનગર વોર્ડમાં યોગ શિબિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment