Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં જોડાઈ:અમદાવાદના બે સ્થળોએ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો

    3 days ago

    સિલ્વર ઓક યુનિવર્સિટીએ અમદાવાદ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓએ શહેરના બે મુખ્ય કાર્યક્રમોમાં સક્રિય યોગાભ્યાસ કર્યો હતો. આર.સી. કોલેજ ખાતે અમદાવાદ પોલીસ હોમગાર્ડ્સ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સિલ્વર ઓક યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગના ડૉ. પાયલ વાણિયા આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં પણ સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ બંને કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ યોગ દ્વારા સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને માનસિક સુખાકારીનો સંદેશ ફેલાવ્યો હતો. યુનિવર્સિટીની આ ભાગીદારી વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    શ્રેયાંશ સ્કૂલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી:વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ યોગાભ્યાસ કર્યો
    Next Article
    વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર:રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો; વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપી; તમામને 7 વર્ષની સજા જાહેર, 25,000 દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment