Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરોલીમાં ડ્રેનેજ લાઈન મુદ્દે બે સોસાયટીઓ વચ્ચે વિવાદ વકર્યો:'અમારી લાઈનમાં જોડાણ કેમ?' રહીશોના વિરોધ પ્રદર્શન વચ્ચે સુરત મનપા દ્વારા ચુસ્ત પોલીસ પ્રોટેક્શન સાથે ડ્રેનેજનું કામ શરૂ કરાયું

    3 days ago

    સુરત મહાનગરપાલિકાના અમરોલી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામોને લઈને બે સોસાયટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમરોલી સ્થિત સૂર્યનગર વિભાગ-2 અને સૂર્યનગર વિભાગ-3 ના રહીશો ગટર લાઈનની કામગીરી મુદ્દે સામસામે આવી ગયા છે. સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધ અને હોબાળાને પગલે આખરે પાલિકાના તંત્રને પોલીસ બંદોબસ્ત બોલાવવાની ફરજ પડી હતી અને ચુસ્ત પોલીસ પહેરા વચ્ચે ડ્રેનેજ લાઈનની કામગીરી આગળ વધારવામાં આવી હતી. વિભાગ-2ની ગટર લાઈનને વિભાગ-3ની લાઈન સાથે જોડવાની કામગીરી મળતી માહિતી મુજબ, સૂર્યનગર વિભાગ-2 અને વિભાગ-3 ની વચ્ચે એક કોમન રોડ આવેલો છે. પાલિકા દ્વારા આ કોમન રોડ પર નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, આ કામગીરી શરૂ થતાની સાથે જ સૂર્યનગર વિભાગ-3 ના રહીશોએ તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. વિભાગ-3ના રહીશોનું કહેવું છે કે, તેમની સોસાયટીની પોતાની સ્વતંત્ર અને કાર્યરત ડ્રેનેજ લાઈન પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમ છતાં પાલિકા દ્વારા વિભાગ-2ની ગટર લાઈનને તેમની લાઈન સાથે કેમ ભેગી કરવામાં આવી રહી છે? બે અલગ-અલગ સોસાયટીઓ હોવા છતાં લાઈનો એક કરી દેવાને કારણે ભવિષ્યમાં ડ્રેનેજ ઓવરફ્લો થવાની અને ગંદકી ફેલાવાની ગંભીર સમસ્યા ઊભી થશે તેવી ભીતિ રહીશો વ્યક્ત કરી રહ્યા છે. સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી કામગીરી અટકાવી આ વિવાદને પગલે સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કામગીરી અટકાવી દીધી હતી. રહીશોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે પક્ષપાત અને મનસ્વી વલણ અપનાવવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. સ્થાનિકોનો આરોપ છે કે, પાલિકાના અમુક અધિકારીઓ નિયમોને નેવે મૂકીને અન્ય વગદાર મિલકતદારોને ફાયદો કરાવવા અને તેમની ગેરકાયદેસર મિલકતોને બચાવવા માટે આ પ્રકારનું ખોટું જોડાણ કરી રહ્યા છે. લોકોએ પાલિકાના એન્જિનિયરો અને અધિકારીઓનો ઘેરાવ કરીને સ્થળ પર જ સૂત્રોચ્ચાર કર્યા હતા. SMC અધિકારીએ સંપર્ક કરતા પોલીસનો કાફલો ખડકી દેવાયો સ્થિતિ વણસતી જોઈને અને સ્થાનિકોનો રોષ વધતો જોઈ પાલિકાના અધિકારીઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા રહીશોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આખરે, સ્થાનિકોના ભારે આક્રોશ અને વિરોધ વચ્ચે પણ પાલિકાએ પોલીસ પ્રોટેક્શન હેઠળ ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલુ રાખી હતી. અમારી મેટર કોર્ટ મેટરમાં ચાલે છે એટલે વિરોધ કરીએ છીએ સ્થાનિક અંબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા બંને વિભાગો સૂર્યનગર 2-બી અને 2-બી બંને વિભાગોના સર્વે નંબર અલગ છે અને બંનેની પ્રાથમિક સુવિધાઓ પણ અલગ મંજૂર થઈ છે, તેમ છતાં ગટર લાઈનની સુવિધા અમારા રોડમાં આવેલી ગટરમાં જોડવામાં આવે છે. એ અધિકારીઓ કેમ જોડે છે તે અમને જણાવતા નથી અને એનો મંજૂરી લેટર પણ આપતા નથી. અમારી મેટર કોર્ટ મેટરમાં ચાલે છે એટલે અમે વિરોધ કરીએ છીએ, અધિકારીઓ મનસ્વી રીતે આ રીતે કામ કરે છે જેનો અમારે વાંધો છે. બે સોસાયટી વચ્ચે વાતાવરણ ડહોળવામાં આવે છે સ્થાનિક પ્રકાશ મકવાણાએ જણાવ્યું હતું કે, અમરોલી સૂર્યનગર સોસાયટી વિભાગ 3-બી. અને અમે એસએમસીના અધિકારીઓ પાસે પુરાવા માંગતા કે તમે આ કયા આધારે આ જોડાણ કરવામાં આવો છો, કોઈ લેખિત પુરાવા કે લીગલ નોટિસ તેમની પાસે કંઈ પણ આપવામાં અમને આવેલ નથી. ખોટી રીતે પોલીસની રક્ષણમાં જબરદસ્તીપૂર્વક જોડાણ કરવામાં આવે છે અમારી લાઈનમાં. બે સોસાયટી વચ્ચે વાતાવરણ ડહોળવામાં આવે છે. આ મેટરનું હાઈકોર્ટમાં અને બધે કેસ ચાલુ છે એનું કોઈ જજમેન્ટ આવ્યું નથી, જજમેન્ટ આવતા પહેલા જ એસએમસીએ જબરદસ્તીપૂર્વક આમાં જોડાણ કરવા માંગે છે. અમારી માંગ એ છે આ કામને તાત્કાલિક જોડાણ અટકાવવામાં આવે, હાઈકોર્ટનો જે નિર્ણય આવે એને માન્ય રાખીને નિર્ણય લેવામાં આવે. સુરત મનપાની પ્રોપર્ટી કહેવાય, કનેક્શન રોકી નહીં શકે કતારગામ ઝોનના જુનિયર ઈજનેર ભૂપેન્દ્ર એસ. ગોહિલે જણાવ્યું હતું કે, સૂર્યનગર 2-બી સોસાયટી છે. એમાં અધૂરી ડ્રેનેજ લાઈન બાબતે એમને સોસાયટી 3-બી સોસાયટીનો વિરોધ હતો અને આ પેન્ડિંગ કામ છે જે કનેક્શન કર્યું છે તે મેઈન લાઈન માટે. આ લાઈન પણ સુરત મહાનગરપાલિકાએ નાખી છે એટલે સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટી કહેવાય. એમાં કનેક્શન એ લોકો રોકી નહીં શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિરોધનો મુદ્દો અને કોર્ટ મેટર અલગ વસ્તુ છે. એ એમને દબાણ બાબતનો મુદ્દો છે. આ પ્રાથમિક સુવિધાનો મુદ્દો છે એટલે આમાં આપણે પ્રાથમિક સુવિધા માટે આ કનેક્શન માટે રોકી નહીં શકીએ અને એની આની મંજૂરી મળેલ છે એટલા માટે. જ્યારે અધિકારીને અમે સવાલ કર્યો ત્યાં એના લોકો કહી રહ્યા છે કે આમ ગેરકાયદેસર રીતે તમે કામ કરી રહ્યા છો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે આ મંજૂરી મળેલ છે અને વર્ક ઓર્ડર પણ આપેલ છે અને પોલીસ પ્રોટેક્શન સાથે આ કામગીરી કરેલ છે. સ્ટે ઓર્ડર લાવ્યા નથી અને એમને ખાલી વિરોધ કરવો તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસ પ્રોટેક્શનમાં એટલા માટે લેવાની જરૂર પડી કે અગાઉ 19 માર્ચના રોજ માર્શલ થ્રુ કામગીરી કરેલ પણ એમણે આ વિરોધ પ્રદર્શન કરી અને જેસીબી આગળ આવીને ઉગ્ર રજૂઆત કરીને કામગીરી બંધ કરાવેલ અને અમારે પોલીસને બોલાવેલ રૂબરૂ અને નિવેદન લીધેલ મારે. અને ત્યારે પોલીસ દ્વારા એમને કહેવામાં આવેલ, 'બે દિવસ કામગીરી બંધ કરાવો અને સ્ટે ઓર્ડર લાવો.' સ્ટે ઓર્ડર લાવ્યા નથી અને એમને ખાલી ખાલી વિરોધ કરવો છે.
    Click here to Read More
    Previous Article
    વન કર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર:રાજપીપળા સેસન્સ કોર્ટનો ચુકાદો; વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓ; બપોર બાદ સજા જાહેર થશે
    Next Article
    રાજકોટમાં 87 સ્થળોએથી 1503 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો:મનપાની ફૂડ શાખાની મેગા ડ્રાઇવ, ₹1.11 લાખથી વધુના દંડની વસૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment