Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વન કર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર:રાજપીપળા સેસન્સ કોર્ટનો ચુકાદો; વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓ; બપોર બાદ સજા જાહેર થશે

    3 days ago

    ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવેમ્બર 2023માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદાસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચુકાદો આપ્યો છે. બપોર બાદ તમામ આરોપીઓને કેટલી અને શું સજા થાય છે તે જાહેર થશે. વસાવાની પત્ની સહિત 9 આરોપીઓ દોષિત આ કેસમાં માત્ર ચૈતર વસાવા જ નહીં, પરંતુ તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, સરકારી ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના ગંભીર આક્ષેપો હેઠળ આ ગુનો નોંધાયો હતો. શું સજા થશે? આ મામલે સરકારી વકીલ વંદનાબેન ભટ્ટએ જણાવ્યું કે, 2023માં ફોરેન્ટ ઓફિસર પર ફાયરિંગ થયું હતું. જેમાં ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આમાં સૌથી વધુ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે.જોકે, હવે તમામને કેટલી સજા થશે તેની સુનાવણી હાલ ચાલી રહી છે. બપોર બાદ ખબર પડશે કે કેટલી અને શું સજા થાય છે. ચૈતર વસાવા ગુજરાત AAPના દિગ્ગજ આદિવાસી નેતા છે. આ ચુકાદા બાદ તેમના ધારાસભ્ય પદ અને આગામી રાજકીય ભવિષ્ય પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. 'લાફા કાંડ' બાદ ચૈતર વસાવા સામે ફરિયાદ:ટ્રેસપાસિંગ, મારામારીના ગુના નોંધાયા 2 મહિના પહેલા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં 'લાફા કાંડ' સામે આવ્યાં બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ટ્રેસપાસિંગ, મારામારીના ગુના નોંધાયા છે. જે મામલે MLA ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જેલોથી અમે ડરવાવાળા નથી, પુરી તૈયારી સાથે જશું પણ કામદારોને ન્યાય...સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો,.. ચૈતર વસાવા સામે અગાઉ નોંધાયેલા ગુનાઓ 1. વર્ષ 2014: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 147, 148, 149, 323, 354(A), 504, 503 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 35 અંતર્ગત ગુનો 2. વર્ષ 2018: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 115, 116, 120(B), 147, 148, 149, 395, 427, 450 અંતર્ગત ગુનો 3. વર્ષ 2017: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 143, 147, 149, 332, 341, 504, 506(2), ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો 4.વર્ષ 2019: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 354(A), (1), (4), 506(2) 67(A) of the IT Act, 2008 મુજબ ગુનો 5. વર્ષ 2020: ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષIPCની કલમ 188, 120 B, 186, 505(1) (B), 114 મુજબ ગુનો 6. વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 188, 269 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો 7. વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 323, 504, 506(2), 143, 147, 427, 452, 153(A) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B) મુજબ ગુનો 8. વર્ષ 2021: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 397, 504, 506(2) અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો 9. વર્ષ 2022: ડેડિયાપાડા પોલીસ મથકે વર્ષ 2022માં IPCની કલમ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 131 મુજબ ગુનો 10.વર્ષ 2022: ડેડિયાપાડા પોલીસ મથકે IPCની કલમ 306, 506(2) મુજબ ગુનો 11. રાજપીપળા પોલીસ મથકે IPCની કલમ IPCની કલમ 143, 147, 148, 149, 323, 504, 506(2) મુજબ ગુનો 12. કેવડિયા પોલીસ મથકે IPCની કલમ 353, 505(1),(B), 506(1), 188, 186, 143, 147, 269, 120B અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટ કલમ 51(B) મુજબ ગુનો આ અહેવાલને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ..
    Click here to Read More
    Previous Article
    હકાભા ગઢવીની સરકાર સામે તડ ને ફડ:કહ્યું- ખેડૂત ઉકલી જાય એ પહેલાં પ્રશ્ન ઉકેલો, મને અંદરથી અવાજ આવ્યો એટલે આંદોલનમાં ગયો
    Next Article
    અમરોલીમાં ડ્રેનેજ લાઈન મુદ્દે બે સોસાયટીઓ વચ્ચે વિવાદ વકર્યો:'અમારી લાઈનમાં જોડાણ કેમ?' રહીશોના વિરોધ પ્રદર્શન વચ્ચે સુરત મનપા દ્વારા ચુસ્ત પોલીસ પ્રોટેક્શન સાથે ડ્રેનેજનું કામ શરૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment