Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 87 સ્થળોએથી 1503 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો:મનપાની ફૂડ શાખાની મેગા ડ્રાઇવ, ₹1.11 લાખથી વધુના દંડની વસૂલાત

    3 days ago

    રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સંગ્રહ સામે વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 87 પેઢી, હોટલ અને રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 1503 કિલો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ 25 એકમોને લાઇસન્સ, સ્ટોરેજ અને હાઇજિનિક સ્થિતિ અંગે નોટિસો આપવામાં આવી હતી અને કુલ ₹1,11,300નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ચેકીંગ ડ્રાઇવ દરમિયાન જામનગર રોડ નજીક માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટ્સમાંથી સૌથી વધુ 800 કિલો પડતર સિરિયલ પ્રોડક્ટ્સનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો અને ₹10,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.માધાપર ચોકડી વિસ્તારની વિવિધ રેસ્ટોરન્ટોમાંથી પણ વાસી અને અખાદ્ય ખાદ્યસામગ્રી મળી આવી હતી. જય ખોડિયાર રેસ્ટોરન્ટ, શ્રી બાલાજી રેસ્ટોરન્ટ, સીતારામ ફૂડ ઝોન અને ક્રિશ ફાસ્ટ ફૂડમાંથી કુલ 50 કિલોથી વધુ જથ્થાનો નાશ કરી નોટિસો આપવામાં આવી હતી. કોઠારીયામાં સ્વાતિ મેઇન રોડ વિસ્તારમાં આવેલી ફેમિલી ફેન્સી ઢોસા, સૂર્યા ઢોસા અને સીતારામ રેસ્ટોરન્ટ સહિતની એકમોમાંથી અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે પુનિતનગર 80 ફૂટ રોડ વિસ્તારમાં ખોડલધામ ફાસ્ટ ફૂડ, જલિયાણ પાઉંભાજી, દ્વારકાધીશ ચાઇનીઝ પંજાબી, બાપા સીતારામ નાસ્તા ગૃહ અને વી.એસ. ઢોસા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.મવડી ચોકડી વિસ્તારમાં આવેલી શુભમ ફેમિલી રેસ્ટોરન્ટમાંથી ચટણી અને કાચા શાકભાજી સહિત 15 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે યુ.કે. ડાઈનિંગ હોલ એન્ડ કેટરર્સમાંથી 30 કિલો સડેલી ડુંગળી, કેળાં અને અન્ય શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો. અનેક એકમોને હાઇજિન અને લાઇસન્સ બાબતે નોટિસો પણ ફટકારવામાં આવી હતી. બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આવેલી ઠાકોરજી રેસ્ટોરન્ટ, શ્રી ચાઇનીઝ એન્ડ પંજાબી, સુનિલ રેસ્ટોરન્ટ, શ્યામ છોલે-ભટુરે, રાજ ઘૂઘરા અને માં શક્તિ ગાંઠિયા સહિતની દુકાનોમાંથી અખાદ્ય તેલ, ચટણી, ગ્રેવી અને અન્ય ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અનેક એકમોમાં સ્થળ તપાસ કરી વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો.ફૂડ વિભાગે કોટેચા ચોક-રૈયા રોડ, કાલાવડ રોડ તેમજ પેડક રોડ-સંતકબીર રોડ વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરી લાઇસન્સ અને હાઇજિન સંબંધિત અનિયમિતતાઓ બદલ અનેક પેઢીઓને નોટિસો ફટકારી હતી. કેટલીક જગ્યાએ પાઉં, ગ્રેવી, શાકભાજી, નૂડલ્સ અને અન્ય વાસી ખાદ્ય સામગ્રીનો નાશ પણ કરવામાં આવ્યો હતો.મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું હતું કે શહેરમાં નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે આ પ્રકારે ચેકિંગ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમરોલીમાં ડ્રેનેજ લાઈન મુદ્દે બે સોસાયટીઓ વચ્ચે વિવાદ વકર્યો:'અમારી લાઈનમાં જોડાણ કેમ?' રહીશોના વિરોધ પ્રદર્શન વચ્ચે સુરત મનપા દ્વારા ચુસ્ત પોલીસ પ્રોટેક્શન સાથે ડ્રેનેજનું કામ શરૂ કરાયું
    Next Article
    કિરીટ પટેલે કહ્યું- અંબાલાલ કાકાનો વિરોધ પબ્લિસિટી સ્ટન્ટ:'ખેડૂતોને હવામાન વિભાગથી વધુ વિશ્વાસ અંબાલાલની આગાહી પર'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment