Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિરીટ પટેલે કહ્યું- અંબાલાલ કાકાનો વિરોધ પબ્લિસિટી સ્ટન્ટ:'ખેડૂતોને હવામાન વિભાગથી વધુ વિશ્વાસ અંબાલાલની આગાહી પર'

    3 days ago

    પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ સામે ચાલી રહેલા વિરોધને માત્ર પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને સીડ્સ એસોસિએશનને હવામાન વિભાગ કરતાં પણ અંબાલાલ પટેલની આગાહીઓ પર વધુ વિશ્વાસ છે. ધારાસભ્ય કિરીટ પટેલે સ્પષ્ટતા કરી કે અંબાલાલ પટેલની આગાહીઓ વૈજ્ઞાનિક ઢબે થાય છે અને તેમાં કોઈ અંધશ્રદ્ધા નથી. તેમની 90 ટકાથી વધુ આગાહીઓ સાચી પડે છે, જેના કારણે ખેડૂતોને વાવેતર અને અન્ય કૃષિ કાર્યોમાં મોટો ફાયદો થાય છે. જાથા સંસ્થા દ્વારા કરાઈ રહેલા વિરોધ સામે પ્રતિક્રિયા આપતા કિરીટ પટેલે કહ્યું કે વિરોધ કરનારા શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ ભૂલી ગયા છે. તેમણે ઉમેર્યું કે હવામાન વિભાગ 1-2 દિવસ પહેલાં આગાહી કરે છે, જ્યારે અંબાલાલ પટેલ 15-20 દિવસ પહેલાં સચોટ આગાહીઓ કરીને ગુજરાત સરકાર, ખેડૂતો અને વેપારીઓને મદદરૂપ થાય છે. ગુજરાત સીડ્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ એન. પી. પટેલે પણ અંબાલાલ પટેલની આગાહીઓને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ખેડૂતો તેમની આગાહીના આધારે જ વાવેતરની કામગીરી કરતા હોય છે. ધારાસભ્ય કિરીટ પટેલે પોતાના અંગત અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના સમાજના સમૂહ લગ્ન વખતે વરસાદની આગાહી હોવાથી અંબાલાલ પટેલનો સંપર્ક કરાયો હતો. તે સમયે અંબાલાલ પટેલે સાંજના 4 વાગ્યા સુધી વરસાદ નહીં આવે તેવી આગાહી કરી હતી, જે સાચી પડી હતી. લગ્ન પ્રસંગ નિર્વિઘ્ને પૂર્ણ થયા બાદ જ વરસાદ શરૂ થયો હતો. તેમણે આવા સચોટ આગાહીકાર સામે ખોટા આક્ષેપો કરીને પબ્લિસિટી મેળવવાના પ્રયાસો ટાળવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 87 સ્થળોએથી 1503 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો:મનપાની ફૂડ શાખાની મેગા ડ્રાઇવ, ₹1.11 લાખથી વધુના દંડની વસૂલાત
    Next Article
    વઢવાણના કારયાણી ગામે કન્યા કેળવણી મહોત્સવ યોજાયો:પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ શાળા પ્રવેશોત્સવમાં બાળકો સાથે સંવાદ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment