Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેસીલદારોને ગામ પ્રમાણે સરકારી જમીનનું સર્વેક્ષણ કરવાનો નિર્દેશ:બચત જૂથોને સરકારી જમીન વાર્ષિક એક રૂપિયાથી ભાડા પર

    1 day ago

    રાજ્યના ગ્રામીણ ભાગની મહિલાઓનું આર્થિક સક્ષમીકરણ, પશુપાલનને ઉત્તેજન આપવું અને સરકારી જમીન પર અતિક્રમણ પર અંકુશ મેળવવો એમ ત્રિસૂત્રી ઉદ્દેશથી રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મહેસૂલ વિભાગે રાજમાતા જિજાઉ મહિલા સક્ષમીકરણ યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત રાજ્યની પડી રહેલી વધારાની સરકારી જમીન નોંધણીકૃત બચત જૂથ, આત્મહત્યાગ્રસ્ત ખેડૂતોની વિધવા મહિલાઓના બચત જૂથને તેમ જ ઉમેદ અને માવિમ અંતર્ગત કાર્યરત ગ્રામસંઘોને ફક્ત એક રૂપિયાના વાર્ષિક ભાડાથી ઉપલબ્ધ કરી આપવામાં આવશે એવી માહિતી મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ આપી હતી. યોજનાની અસરકારક અમલબજાવણી માટે રાજ્યના તમામ તહેસીલદારોને તેમના કાર્યક્ષેત્રમાં ગામ પ્રમાણે સરકારી જમીનનું સર્વેક્ષણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારી જમીન પર અનધિકૃત અતિક્રમણ હટાવીને ઉપલબ્ધ જમીનની માહિતી ગામ નમૂના ક્રમાંક 1(ક)માં નોંધવામાં આવશે. એ સંબંધિત જિલ્લાધિકારીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. યોજનાની પારદર્શક અમલબજાવણી માટે જિલ્લાધિકારીની અધ્યક્ષતા હેઠળ જિલ્લાસ્તરીય સમિતીની સ્થાપના કરવામાં આવશે. તાલુકા સ્તરે મહેસૂલમંત્રી તરફથી નિયુક્ત અધ્યક્ષ અને મહિલા સહઅધ્યક્ષના નેતૃત્વ હેઠળ સમિતી કાર્યરત રહેશે. તહેસીલદાર આ સમિતીના સભ્ય સચિવ હશે. પાત્ર બચત જૂથ તરફથી અરજી સ્વીકારીને એના પર નિર્ણય લેવાની જવાબદારી આ સમિતી પર હશે. પાત્રતા માટે કેટલીક શરતો છે. આ યોજના માટે મહિલા બચત જૂથ અથવા ગ્રામસંઘ ઉમેદ અભિયાન અંતર્ગત નોંધણીકૃત હોવા જરૂરી છે. બચત જૂથની નોંધણી ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલાં થયેલી હોવી જોઈએ. બેંક ખાતુ ઓછામાં ઓછા એક વર્ષ સક્રિય હોવું જોઈએ અને વાર્ષિક ટર્નઓવર ઓછામાં ઓછા 50 હજાર રૂપિયા હોવું ફરજિયાત છે.
    Click here to Read More
    Previous Article
    આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ:પ્રવેશોત્સવ પહેલાં જ સરકારી શાળામાં એડમિશન ફુલ 787 બાળકોનો ખાનગી છોડી સમિતિની શાળામાં પ્રવેશ
    Next Article
    મહાપાલિકા દ્વારા 1468 મિલિયન લીટર પાણી વાપરવાનું નિયોજન:મુંબઈને અપર વૈતરણાના અનામત પાણી જથ્થામાંથી પુરવઠો આપવાનો શરૂ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment