Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ:પ્રવેશોત્સવ પહેલાં જ સરકારી શાળામાં એડમિશન ફુલ 787 બાળકોનો ખાનગી છોડી સમિતિની શાળામાં પ્રવેશ

    1 day ago

    વડોદરા સહિત રાજ્યમાં 23મીથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાશે. જે અંતર્ગત શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. 5 વર્ષમાં મધ્યમ વર્ગના વાલીઓનો સરકારી શાળાઓ વિશ્વાસ વધતાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પ્રવેશોત્સવ પૂર્વે જ વારસિયાની કવિ દુલા કાગ શાળામાં વિદ્યાર્થીઓના ધસારાથી ‘એડમિશન ફુલ’નાં બોર્ડ મૂકવા પડ્યાં છે. ચાલુ સત્રમાં શહેરમાં બાલવાટિકાથી ધો.8 સુધીમાં 5076 વિદ્યાર્થીએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે શિક્ષણ સમિતિની શાળાઓમાં આ વખતે નોંધપાત્ર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે, જેમાં 787 બાળકો એવાં છે, જેમણે ખાનગી શાળા છોડી સરકારી શાળા પસંદ કરી છે. શહેરની 121 સરકારી શાળાની બાલવાટિકામાં 3987 વિદ્યાર્થી નોંધાયા છે, જ્યારે ધો.1થી 8માં 1089 વિદ્યાર્થીએ પ્રવેશ લીધો છે. બીજી તરફ કવિ દુલા કાગ શાળામાં પ્રથમવાર ‘હાઉસફુલ’ની સ્થિતિ સર્જાઈ છે. શાળામાં ડિસેમ્બર-2025માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેથી પ્રવેશોત્સવ પૂર્વે શાળાના ગેટ પર ‘એડમિશન ફુલ’નું બોર્ડ મારી દેવાયું છે. કવિ દુલા કાગ શાળામાં બાલવાટિકાથી ધો.8 સુધીમાં 487 વિદ્યાર્થીને પ્રવેશ અપાયો છે, જેમાં ગુજરાતી માધ્યમમાં 250, અંગ્રેજી માધ્યમમાં 237 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સરકાર આટલી સારી સુવિધા આપતી હોય તો પુત્રને ખાનગી શાળામાં શા માટે ભણાવવો? વારસિયાનાં રહેવાસી અંજલી ગાંધીનો દીકરો હર્ષ ગાંધી ધો.5માં અભ્યાસ કરે છે. તેમના દીકરાને આ વિસ્તારની જાણીતી ખાનગી સ્કૂલમાંથી વારસિયાની કવિ દુલા કાગ શાળામાં પ્રવેશ અપાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે શાળાની મુલાકાત લીધી હતી જેમાં શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ, રમત-ગમત, અન્ય પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવી હતી. આ સાથે શાળામાં શિક્ષણ પણ ખૂબ સારું છે, એમ વિશ્વાસ કેળવ્યો હતો. અમને લાગ્યું કે સરકાર આટલી સારી સુવિધા આપતી હોય તો ખાનગી શાળામાં કેમ જવું. આખરે અમે દીકરાનું એડમિશન આ શાળામાં કરાવ્યું છે. મુંબઇથી વડોદરા સ્થાયી થયેલા પરિવારે કહ્યું, ‘ખાનગી સ્કૂલો કરતાં વધારે સારી શાળા છે’ મુંબઇથી આવી વડોદરામાં સ્થાયી થયેલાં જાહ્નવી કસારીની દીકરીએ ધો.1માં કવિ દુલા કાગમાં પ્રવેશ લીધો છે. તેમણે કહ્યું કે, અમને અહીંના શિક્ષકો અને આચાર્યનો સ્વભાવ ગમ્યો. શિક્ષકો પાસે કોઇ પ્રશ્ન લઇ જઇએ તો ખૂબ જ વ્યવસ્થિત જવાબ આપે છે. અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ગમ્યું. સૌથી વધુ બાળકોને જે ભોજન અપાય છે તે ગમ્યું હતું. બાળકો પૌષ્ટિક ભોજન જમે, સારું શિક્ષણ મેળવે, ઇતર પ્રવૃત્તિ, રમત-ગમત સહિત બધી રીતે શાળા બેસ્ટ છે. સોશિયલ મીડિયા અને મોબાઇલથી બાળકોની પ્રવૃત્તિઓની અપડેટ મળે છે. આ ખાનગી સ્કૂલો કરતાં વધારે સારી શાળા છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં 6 વર્ષમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યો 2025-26માં સૌથી વધુ 39,924 વિદ્યાર્થીએ સમિતિની શાળાઓમાં પ્રવેશ લીધો 5 વર્ષમાં ધો.2 થી 8ના 7755 વિદ્યાર્થીએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો વડોદરા જિલ્લામાં આંગણવાડીથી ધો.11 સુધી 49,087 વિદ્યાર્થી પ્રવેશ મેળવશે. આંગણવાડીમાં 5504, બાલવાટિકામાં 11,109 અને ધો.1માં 10,858 બાળકો પ્રથમવાર શાળાનાં પગથિયાં ચડશે. ધો.9માં 14,941 અને ધો.11માં 6675 વિદ્યાર્થી પ્રવેશ લેશે.
    Click here to Read More
    Previous Article
    સુવિધા:માયબીએમસી માર્ગ એપ પર 114 પ્રકારની ફરિયાદોનું નિવારણ થશે
    Next Article
    તહેસીલદારોને ગામ પ્રમાણે સરકારી જમીનનું સર્વેક્ષણ કરવાનો નિર્દેશ:બચત જૂથોને સરકારી જમીન વાર્ષિક એક રૂપિયાથી ભાડા પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment