Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા:માયબીએમસી માર્ગ એપ પર 114 પ્રકારની ફરિયાદોનું નિવારણ થશે

    1 day ago

    ખાડા પડ્યા, પાણી ભરાયા, કચરો ભેગો થયો, અતિક્રમણ થયું, પાણી ન આવ્યું જેવી 114 પ્રકારની સમસ્યાઓ મહાપાલિકા તરફથી તરત ઉકેલવામાં આવશે. એના માટે મહાપાલિકાએ માયબીએમસી માર્ગ એપ શરૂ કર્યું છે. એના માટે મુંબઈગરાએ માયબીએમસી માર્ગ એપ પર ફરિયાદ કરવાની રહેશે. ચોમાસામાં મુંબઈગરાએ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. એના માટે મહાપાલિકાએ કમ્પલેન્ટ મેનેજમેંટ એન્ડ રેડરેસલ સિસ્ટમ એટલે કે માયબીએમસી માર્ગ એપ શરૂ કર્યું છે. ગયા વર્ષે રસ્તાઓના પરના ખાડાઓની ફરિયાદ નોંધાવવા મહાપાલિકાએ પોટહોલ ક્વિકફિક્સ નામની સ્વતંત્ર એપ્લિકેશન શરૂ કરી હતી. એના પર ખાડાનો ફોટો અને ઠેકાણું મોકલવામાં આવે તો તરત ખાડા બુઝાવવામાં આવે છે. જો કે નાગરિકોએ મહાપાલિકાના વિવિધ વિભાગ સાથે સંબંધિત ફરિયાદ માટે જુદી જુદી સિસ્ટમનો ઉપયોગ કરવો પડતો હતો. આ બાબત ધ્યાનમાં લઈને મહાપાલિકાએ આ વર્ષે માયબીએમસી માર્ગ નામની સર્વસમાવેશક સિસ્ટમ શરૂ કરી છે. એમાં પોટહોલ ક્વિકફિક્સ એપનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી હવે નાગરિકોએ રસ્તા પરના ખાડા, ઘનકચરા વ્યવસ્થાપન, ગંદા પાણીની સમસ્યા, પાણી પુરવઠો, રસ્તા દેખભાળ, ઉદ્યાન, સાર્વજનિક આરોગ્ય, કીટક નિયંત્રણ, અતિક્રમણ, પ્રકાશયોજના, સહિત વિવિધ વિભાગ સાથે સંબંધિત કુલ 114 પ્રકારની ફરિયાદ નોંધવાની સુવિધા એક જ એપ પર ઉપલબ્ધ થઈ છે. માયબીએમસી માર્ગ સિસ્ટમની વિશિષ્ટતા એટલે નાગરિકો માટે એક પ્લેટફોર્મ પરથી ફરિયાદ નોંધાવવી, સંબંધિત ફોટો અપલોડ કરવો, ફરિયાદની હાલની સ્થિતિ તપાસવી.
    Click here to Read More
    Previous Article
    પદાધિકારીઓની અંતરિયાળ રોડ પરની ગંદકી મુદ્દે અધિકારીઓને ટકોર:વોર્ડ 7માં સંકલનની બેઠક, કાસમઆલા નજીક કાંસ પરનાં દબાણો,બદલાતી ડેમોગ્રાફીની ચિંતા
    Next Article
    આજથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ:પ્રવેશોત્સવ પહેલાં જ સરકારી શાળામાં એડમિશન ફુલ 787 બાળકોનો ખાનગી છોડી સમિતિની શાળામાં પ્રવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment