Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના વસ્તડી ગામે અનઅધિકૃત HVO ફ્યુઅલ વેચતો પંપ સીઝ:1,240 લીટર જથ્થો જપ્ત, પોલીસ અને પુરવઠા વિભાગે રૂ. 1.16 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે રાજકોટ-અમદાવાદ હાઇવે પર એક પેટ્રોલ પંપ પર અનઅધિકૃત HVO ફ્યુઅલ વેચાતું હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસ, મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. ટીમે ‘સમુદ્ર એગ્રો એજન્સી (અલગારી પ્રોડક્ટ)’ નામના આ પંપને સીઝ કર્યો છે. તપાસ દરમિયાન પંપના બે ટેન્કમાંથી કુલ 1,240 લીટર HVO ફ્યુઅલનો જથ્થો મળ્યો હતો. પ્રથમ ટેન્કમાંથી 1,040 લીટર અને બીજા ટેન્કમાંથી આશરે 200 લીટર ફ્યુઅલ હતું. આ જથ્થાની કિંમત પ્રતિ લીટર 94 રૂપિયા પ્રમાણે કુલ 1,16,560 રૂપિયા થાય છે. ટીમે આ સમગ્ર જથ્થો સીઝ કર્યો છે. અધિકારીઓએ સ્થળ પર જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી છે. ફ્યુઅલના નમૂના લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા છે. તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શું છે HVO ફ્યુઅલ? આપને જણાવી દઈએ કે, HVO ફ્યુઅલ (હાઇડ્રોટ્રીટેડ વેજિટેબલ ઓઇલ) એ એક અત્યાધુનિક, પર્યાવરણને અનુકૂળ અને અદ્યતન પ્રકારનું રિન્યૂએબલ ડીઝલ (પુનઃપ્રાપ્ય ડીઝલ) છે. તે સામાન્ય પરંપરાગત ડીઝલનો એક વિકલ્પ છે, જેનો ઉપયોગ કોઈપણ પ્રકારના ફેરફાર વગર જ સીધો ડીઝલ એન્જિનમાં કરી શકાય છે. જો કે, તેના વેચાણ માટે સક્ષમ ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવી પડે છે
    Click here to Read More
    Previous Article
    ફારૂક બોલ્યા- પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને અમને બચાવી રહ્યું છે:દિલ્હીની નીતિ સારી નથી; હક માટે લડો, નહીં તો ઓળખ ભૂંસાઈ જશે
    Next Article
    પેરા એશિયન ગેમ્સ- ક્લોઝિંગ સેરેમનીમાં નિશાદ-મોનાએ તિરંગો હાથમાં રાખ્યો:ભારત મેડલ ટેલીમાં ચોથા ક્રમે રહ્યું, 114 મેડલ જીત્યા; આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment