Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CM મંગળવારે રાજકોટમાં:બહુમાળી ભવનથી ત્રિકોણબાગ સુધીની ‘લોકતંત્ર બચાવો’ પદયાત્રામાં 10 હજાર લોકો જોડાશે

    1 day ago

    વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે લાંબા સમયથી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેના વિરોધમાં ભાજપ દ્વારા રાષ્ટ્રીય સ્તરે ‘લોકતંત્ર બચાવો–ભીડ તંત્ર હટાવો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજકોટમાં આગામી તા. 27 ઓક્ટોબરના મંગળવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાનારી આ પદયાત્રા બહુમાળી ભવન ખાતેથી સાંજે 5 વાગ્યે શરૂ થશે અને સ્વામી વિવેકાનંદની પ્રતિમા, યાજ્ઞિક રોડ તથા માલવિયા ચોક થઈ ત્રિકોણબાગ ખાતે પહોંચશે. જ્યાં તેનું સમાપન થશે. પદયાત્રામાં સૌરાષ્ટ્રના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમમાં અંદાજે 10 હજાર જેટલા કાર્યકરો અને લોકો જોડાશે. રાજ્યના તમામ મોટા શહેરોમાં લોકતંત્ર બચાવો અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ ભાજપ સંગઠનના પ્રભારી અનિલ દવેના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી છે.પદયાત્રા દ્વારા વિપક્ષના રાજકીય એજન્ડાનો જવાબ આપવા અને ભાજપના અભિગમને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં પત્રકાર-પરિષદ, પદયાત્રા, પતંગોત્સવ, લોકો સાથે સંવાદ, ઈન્સ્ટાગ્રામ આઉટરીચ તથા વિદ્યાર્થી સ્પર્ધા જેવા કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પેરા એશિયન ગેમ્સ- ક્લોઝિંગ સેરેમનીમાં નિશાદ-મોનાએ તિરંગો હાથમાં રાખ્યો:ભારત મેડલ ટેલીમાં ચોથા ક્રમે રહ્યું, 114 મેડલ જીત્યા; આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન
    Next Article
    Tilak Varma's Unbeaten 51 Fuels India's Four-Wicket Win In 2nd T20I

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment