Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાપાલિકા દ્વારા 1468 મિલિયન લીટર પાણી વાપરવાનું નિયોજન:મુંબઈને અપર વૈતરણાના અનામત પાણી જથ્થામાંથી પુરવઠો આપવાનો શરૂ કરાયો

    1 day ago

    મુંબઈને પાણી પુરવઠો કરતા સાત જળાશયોમાં ફક્ત 8 ટકા પાણી બચ્યું હોવાથી સોમવારથી મહાપાલિકાએ અપર વૈતરણા જળાશયના અનામત પાણી જથ્થામાંથી 1 હજાર 468 મિલિયન લીટર પાણી વાપરવાનું નિયોજન કર્યું છે. ભાતસા જળાશયમાંથી પણ અતિરિક્ત અનામત પાણી વાપરવાની મંજૂરી મળી છે. જો કે એમાં હજી 57 લાખ 288 મિલિયન લીટર પાણી ઉપલબ્ધ છે. તેથી આ પાણી પૂરું થયા પછી જ અનામત પાણીનો વપરાશ કરવામાં આવશે એમ મહાપાલિકાએ સ્પષ્ટ કર્યું છે. અલ નીનોની અસરના કારણે વરસાદ ખેંચાઈ જવાથી જળાશયોમાં પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે. અત્યારે મુંબઈને પાણી પુરવઠો કરતા જળાશયોમાં 1 લાખ 25 હજાર 585 મિલિયન લીટર પાણી છે. મુંબઈને મેથી 10 ટકા પાણીકપાત લાગુ કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે મુંબઈગરા માટે અપર વૈતરણા અને ભાતસા જળાશયના અનામત પાણીનો ઉપયોગ કરવાની મહાપાલિકાને પરવાનગી આપી છે. અપર વૈતરણા જળાશયમાંથી 93 હજાર 500 મિલિયન લીટર અને ભાતસા જળાશયમાંથી 1 લાખ 37 હજાર મિલિયન લીટર અનામત પાણીની માગણી સરકારને કરી હતી. દરમિયાન અનામત પાણીના જથ્થાના લીધે મુંબઈગરાને આગામી બે મહિના ચાલે એટલું પાણી ઉપલબ્ધ થશે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વિના પાણી મળતું રહે તે માટે સાત જળાશયમાં 1,44,736.3 કરોડ લિટર પાણી હોવું જોઈએ. સાર્વજનિક સ્વચ્છતાગૃહ અને પ્રસાધનગૃહ સંભાળતી સંસ્થાઓએ ટેંકર અથવા બોરવેલનું પાણી વાપરવું. પીવા સિવાયના અન્ય ઉપયોગ માટે કૂવા, ડન્કીનો વધુમાં વધુ ઉપયોગ કરવો. વાહન ધોવા, બગીચાના ઝાડોને પાણી આપવું, રસ્તા કે પરિસર ધોવા માટે બોરવેલ અથવા કૂવાના પાણીનો ઉપયોગ કરવો એવી હાકલ કરવામાં આવી છે. મુંબઈને રોજ 385.0 કરોડ લિટર મુંબઈને તાનસામાંથી રોજ 45.5 કરોડ લિટર, મોડકસાગર (વૈતરણા)માંથી 45.5 કરોડ લિટર, મધ્ય વૈતરણામાંથી 45.5 કરોડ લિટર, ઉર્ધ્વ વૈતરણામાંથી 64.0 કરોડ લિટર, ભાતસામાંથી 202.0 કરોડ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. આ જળસ્રોતો મુંબઈ શહેરથી આશરે 120 કિમી અને તેથી વધુ દૂર અંતરે છે. મુંબઈ શહેરની હદમાં ફક્ત બે નાનાં જળાશય વિહારમાંથી રોજ 9.0 કરોડ લિટર અને તુલસીમાંથી 1.8 કરોડ લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. મુંબઈને રોજ 385.0 કરોડ લિટર પાણી પુરવઠો આ સર્વ જળાશયોમાંથી કરવામાં આવે છે. ઔદ્યોગિક, વ્યાવસાયિક પાણીમાં કપાત રાજ્ય સરકારના જળસંપદા વિભાગના નિર્દેશ અનુસાર મહાપાલિકાએ પીવાના પાણીનું નિયોજન કરીને કરકસરની ઉપાયયોજનાની અમલબજાવણી શરૂ કરી છે. તેથી પીવાના પાણીની સ્થિતિ ધ્યાનમાં લેતા ઔદ્યોગિક અને વ્યવસાયિક પાણી વપરાશમાં કપાત ગયા અઠવાડિયાથી લાગુ કરી છે. તેમ જ તમામ બાંધકામ માટે આપેલા પાણીજોડાણ હંગામી સમય માટે ખંડિત કરવામાં આવશે. નવા બાંધકામોને નવા પાણી જોડાણ પર બંધી મૂકવામાં આવી છે. બધા સ્વીમિંગ પૂલના પાણી જોડાણ થોડા સમય માટે ખંડિત કરવામાં આવશે. દરમિયાન પાણીનો દુરુપયોગ કે વેડફાટ કર્યાનું ધ્યાનમાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો પણ મહાપાલિકા પ્રશાસને આપ્યો છે
    Click here to Read More
    Previous Article
    તહેસીલદારોને ગામ પ્રમાણે સરકારી જમીનનું સર્વેક્ષણ કરવાનો નિર્દેશ:બચત જૂથોને સરકારી જમીન વાર્ષિક એક રૂપિયાથી ભાડા પર
    Next Article
    Detroit Red Wings May Trade Captain Dylan Larkin Amid Future Uncertainty

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment