Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય પોસ્ટલ એમ્પ્લોઇઝ ફેડરેશન આંદોલન કરશે:પોસ્ટના કર્મચારીઓ નોકરી બચાવવા પોતાના ખિસ્સામાંથી પૈસા ભરી બચત ખાતા ખોલાવે છે

    6 days ago

    બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ ઓફિસમાં ટપાલ આપવી, ખેતી સહાયના હપ્તા માટે સહિઓ કરાવવી, વિધવા, વયોવૃધ્ધ સહાય માટે વૃધ્ધજનો પાસે જવું સહિતની 1100 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જોકે, તેમના પડતર પ્રશ્નો ઉકેલાયા નથી. ઉપરથી બચતખાતા સહિતના ટાર્ગેટ પુરો કરવા માટે સતત દબાણ કરાઈ રહ્યું છે. આ અંગે કર્મચારીઓએ જણાવ્યું હતુ કે, રોકાણકારો હવે પરંપરાગત પોસ્ટ બચતને બદલે શેરબજાર અને એસઆઇપી જેવા ઊંચા વળતર આપતા વિકલ્પો તરફ વળ્યા હોવાથી ફિલ્ડમાં ટાર્ગેટ પૂરો કરવો અશક્ય બન્યો છે. આથી અમને અપાયેલો ટાર્ગેટ પુરો થતો ન હોવાથી નોકરી બચાવવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ભરીને ખાતા ખોલાવીએ છીએ. આ અન્યાય સામે ભારતીય પોસ્ટલ એમ્પ્લોઇઝ ફેડરેશન દ્વારા આંદોલન કરાશે. જેમાં બનાસકાંઠાના 1100 અને સમગ્ર ઉત્તર ગુજરાતના 3000થી વધુ કર્મચારીઓ આ આંદોલનમાં જોડાશે. ફેડરેશન દ્વારા 20 જુલાઈથી કાળા બેજ લગાવી વિરોધ પ્રદર્શન, 28 જુલાઈએ કચેરીઓ સામે દેખાવો અને 5 ઓગસ્ટે એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળનું આયોજન કરાયું છે. જો માગણીઓ નહીં સંતોષાય તો 18 ઓગસ્ટ 2026 થી અનિશ્ચિતકાલીન હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપી છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓ‎ - ટાર્ગેટના નામે પોસ્ટલ અને GDS કર્મચારીઓ પર થતું માનસિક-આર્થિક શોષણ તાત્કાલિક બંધ કરો. - રેલ ડાક સેવા (RMS) અને મેલ હેન્ડલિંગની જૂની વ્યવસ્થા પુનઃસ્થાપિત કરો, ખાનગીકરણની નીતિઓ પાછી ખેંચો. - પોસ્ટ વિભાગ, RMS, MMS અને સિવિલ વિંગની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરો. - વિભાગમાં વધતા ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરો. - પોસ્ટલ એકાઉન્ટ્સનું વિકેન્દ્રીકરણ અને PACO/PAROના વિલય જેવી કર્મચારી વિરોધી પ્રક્રિયાઓ બંધ કરી કેડર રી-સ્ટ્રક્ચર કરો. - ભૂતપૂર્વ સૈનિક કર્મચારીઓની વેતન વિસંગતતાઓ દૂર કરો. - મૃતક આશ્રિતોના કેસોનો તાત્કાલિક નિકાલ કરી યોગ્ય અનુકંપા નોકરી આપો. - NDC સિસ્ટમ રદ કરી જૂની અને વ્યાવહારિક ડિલિવરી સિસ્ટમ પુનઃ અમલમાં મૂકો. - 17 સપ્ટેમ્બર (ભગવાન વિશ્વકર્મા જયંતી)ને રાષ્ટ્રીય શ્રમ દિવસ જાહેર કરવામાં આવે. - ગુજરાત સર્કલની લાંબા સમયથી પડતર માંગણીઓનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે
    Click here to Read More
    Previous Article
    જેટકો દ્વારા તાકીદનું મેન્ટેનન્સ:ચોમાસાના પ્રારંભે અડધા શહેરમાં આજે પાણી કાપ!
    Next Article
    નારણપુરા વીર સાવરકર કોમ્પ્લેક્સમાં ટુર્નામેન્ટ:AVC મેન્સ વોલીબોલ કપમાં અવ્યવસ્થાથી દર્શકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment