Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેટકો દ્વારા તાકીદનું મેન્ટેનન્સ:ચોમાસાના પ્રારંભે અડધા શહેરમાં આજે પાણી કાપ!

    6 days ago

    મહીપરીએજ (GWIL) યોજના હેઠળના નાવડા હેડવર્કસ તથા બુધેલ પમ્પિંગ સ્ટેશન ખાતે આવતીકાલે તા.23ને મંગળવારના રોજ GETCO (જેટકો) દ્વારા તાકીદનું મેન્ટેનન્સ હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીને પગલે પાવર સપ્લાય સંપૂર્ણ બંધ રહેવાનો હોવાથી પમ્પિંગ સ્ટેશનો ઠપ થઈ જશે. પરિણામે, મહીપરીએજમાંથી મળતો પાણીનો જથ્થો નહિ મળવાના કારણે તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત અડધાથી વધુ ભાવનગર શહેરમાં આજે મંગળવારે પાણી વિતરણ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે. જેટકોના ઈલેક્ટ્રિકલ મેન્ટેનન્સના કારણે આજે સવારથી જ પાણી કાપની વ્યાપક અસર જોવા મળશે. ખાસ કરીને તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ સાથે જોડાયેલા દિલબહાર એલિવેટેડ સર્વિસ રિઝર્વોયર (ESR) હેઠળના વિસ્તારોમાં સવારે 7 કલાકથી બપોરે 4 કલાક સુધીનો પાણી પુરવઠો બંધ રહેશે. જેમાં હિલ ડ્રાઈવ, ઇસ્કોન મેગા સિટી, માધવબાગ, કાળિયાબીડના જુદા જુદા સેક્ટર્સ, સાગવાડી અને કેસરિયા હનુમાન આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રામનગર, અવધનગર અને વિરાણી સ્કૂલ રોડ પરના વિસ્તારમાં પણ આવતીકાલે મંગળવારે પાણી વહેંચવામાં આવશે નહીં. બીજી તરફ વર્ધમાનનગર પાણીની ટાંકી (ESR) આધારિત વિસ્તારોમાં આજે સવારે 7 વાગ્યાથી લઈને છેક સાંજના 6 વાગ્યા સુધી લાંબાગાળાનો પાણી કાપ લાદવામાં આવ્યો છે. આ લાઈન પર આવતા શ્રીનાથજીનગર 1, 2, 3, સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, શિવસૃષ્ટિ સોસાયટી, રિંગ રોડના આજુબાજુના રહેણાંકો, હરિઓમનગર, ક્રિશ્ના પાર્ક, લાલ પાર્ક, મહાવીરનગર, દેવરાજનગર, ભાગ્યોદય સોસાયટી તેમજ માલધારી, જલારામ અને કામીનીયાનગર સોસાયટીમાં પાણી નહિ મળે. શિક્ષક સોસાયટી સહિત અધેવાડા ગામ, તરસમિયા ગામ અને અધેવાડા સોસાયટી વિસ્તારમાં પણ આ જ સમયગાળા દરમિયાન સપ્લાય બંધ રહેશે. જ્યારે ઘોઘા રોડ અને તેની આસપાસની ટાઉનશીપ ધરાવતા વિસ્તારો બાલયોગીનગર ESR સાથે જોડાયેલા હોવાથી ત્યાં પણ સવારે 7થી સાંજના 6 સુધી પાણી અપાશે નહીં. જેમાં ગાયત્રીનગર, સમર્પણ સોસાયટી, ધાવડીમાતા વાળો ખાંચો, અખિલેશ સર્કલ, પંચવટી, ઘોઘા રોડ, સુમેરુ ટાઉનશીપ, કૃણાલ સોસાયટી, લક્ષ્મીનગર, સોમનાથ રેસિડેન્સી, શીતળામાના મંદિર આસપાસનો સમગ્ર એરિયા તેમજ પીપલ સોસાયટી, રુવા ગામ અને અકવાડા ગામના હજારો પરિવારોને પાણી વગર ચલાવવું પડશે. અડધા શહેરમાં પાણી પુરવઠો રાબેતા મુજબ જેટકોના મેન્ટેનન્સના કારણે માત્ર તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત મુખ્ય 3 ટાંકીઓ (દિલબહાર, વર્ધમાનનગર અને બાલયોગીનગર ESR)ના વિસ્તારો જ પ્રભાવિત થયા છે. આ વિસ્તારો સિવાયના ભાવનગર શહેરના અન્ય તમામ ઝોન અને વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા દૈનિક પાણીનો સપ્લાય તેના નિયત સમયે રાબેતા મુજબ જ શરૂ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    12 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:રીઢો ચોર ₹9.04 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
    Next Article
    ભારતીય પોસ્ટલ એમ્પ્લોઇઝ ફેડરેશન આંદોલન કરશે:પોસ્ટના કર્મચારીઓ નોકરી બચાવવા પોતાના ખિસ્સામાંથી પૈસા ભરી બચત ખાતા ખોલાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment