Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:રીઢો ચોર ₹9.04 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

    6 days ago

    તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને પેરોલ-ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. પોલીસએ રીઢા ઘરફોડ ચોર કલ્પેશભાઈ લાલજીભાઈ ગામીત (ઉ.વ. 28), રહે. બેડકુવા દુર ઘાણી ફળિયું, તા. વ્યારા,ને ઝડપી પાડી તેની પાસેથી કુલ ₹9,04,535નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની ધરપકડ સાથે કાકરાપાર, વ્યારા, વાલોડ, સોનગઢ અને બારડોલી રૂરલ પોલીસ મથકોમાં નોંધાયેલા કુલ 12 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. તાપી જિલ્લા પોલીસ વડા જે.એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક પી.જી. નરવાડે, એલસીબી પીઆઈ ડી.એસ. ગોહિલ, પેરોલ-ફર્લો સ્કોડના પીઆઈ જે.બી. આહિર અને એલસીબીના પીએસઆઈ કે.આર. પટેલના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ ચલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બેડકુવા દુર ગામના ઘાણી ફળિયામાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલા સોના-ચાંદીના દાગીના અને મોબાઇલ ફોન અંગે પૂછપરછ કરતા તેણે અલગ-અલગ સ્થળોએ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં તેણે તાપી જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત બારડોલી રૂરલ વિસ્તારમાં પણ ચોરીઓ આચરી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીના કબ્જામાંથી 61.50 ગ્રામ સોનાના દાગીના કિંમત ₹6,03,630, તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી KTM ડ્યુક અને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મળી બે મોટરસાયકલ કિંમત ₹65,000 સહિત કુલ ₹9,04,535નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અલંગે રચ્યો ઇતિહાસ:ભારત બન્યું વિશ્વનું નં.1 શિપ રીસાયકલિંગ રાષ્ટ્ર
    Next Article
    જેટકો દ્વારા તાકીદનું મેન્ટેનન્સ:ચોમાસાના પ્રારંભે અડધા શહેરમાં આજે પાણી કાપ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment