Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારણપુરા વીર સાવરકર કોમ્પ્લેક્સમાં ટુર્નામેન્ટ:AVC મેન્સ વોલીબોલ કપમાં અવ્યવસ્થાથી દર્શકો પરેશાન

    6 days ago

    નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી AVC મેન્સ વોલીબોલ કપ દરમિયાન દર્શકોને અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે. ટૂર્નામેન્ટ જોવા માટે દૂરદૂરથી આવેલા લોકોનું કહેવું છે કે પ્રવેશ વ્યવસ્થામાં સ્પષ્ટતા ન હોવાના કારણે તેમને એક ગેટથી બીજા ગેટ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. દર્શકોના જણાવ્યા મુજબ પ્રવેશ માટે કયા ગેટનો ઉપયોગ કરવો તેની યોગ્ય માહિતી સ્થળ પર ઉપલબ્ધ ન હોવાથી સુરક્ષા કર્મીઓ વારંવાર લોકોને અલગ-અલગ ગેટ તરફ મોકલી રહ્યા છે. જેના કારણે ખાસ કરીને પરિવાર સાથે આવેલા અને બહારગામથી પહોંચેલા દર્શકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્ટેડિયમમાં બેગ અને અન્ય વ્યક્તિગત સામાન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું સ્થળ પર પહોંચ્યા બાદ લોકોને જાણવા મળ્યું હતું. અનેક દર્શકોએ આક્ષેપ કર્યો છે કે આવી મહત્વપૂર્ણ સૂચનાની અગાઉથી જાહેર જાહેરાત કે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી. પરિણામે ઘણા લોકો સામાન સાથે પહોંચતા પ્રવેશ ન મળતાં નિરાશ થઈ પરત ફરવા મજબૂર બન્યા હતા. 20થી 28 જૂન દરમિયાન યોજાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં એશિયાની 11 અગ્રણી રાષ્ટ્રીય ટીમો ભાગ લઈ રહી છે. ભારે અવ્યવસ્થા છતાં આયોજકોનું મૌન અવ્યવસ્થાના કારણે કેટલાક સ્થળોએ દર્શકો અને સુરક્ષા કર્મીઓ વચ્ચે બોલાચાલી તેમજ ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી હોવાનું દર્શકોનું કહેવું છે. જોકે આ મામલે આયોજકો અથવા સુરક્ષા એજન્સી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    ભારતીય પોસ્ટલ એમ્પ્લોઇઝ ફેડરેશન આંદોલન કરશે:પોસ્ટના કર્મચારીઓ નોકરી બચાવવા પોતાના ખિસ્સામાંથી પૈસા ભરી બચત ખાતા ખોલાવે છે
    Next Article
    નૌકાદળમાં ઓફિસર બનવાની સુવર્ણ તક:ભારતીય નૌકાદળમાં 60 જગ્યાઓ પર ભરતી, પગાર સાથે 12 પાસ માટે પ્રવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment