Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીલીયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો ઝેરી કોબ્રા:વસુંધરા નેચર ક્લબે સાહસિક ઓપરેશન પાર પાડી બચાવ્યો

    17 hours ago

    જૂનાગઢ જિલ્લાના નજીક આવેલા લીલીયા ગામના એક ખેતરમાં આશરે 60 ફૂટ જેટલા ઊંડા કૂવામાં અત્યંત ઝેરી કોબ્રા સાપ ખાબકવાની ઘટના સામે આવી છે. ખેતરના કૂવામાં વિશાળ કાળોતરો સાપ હોવાની જાણ થતાં જ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ફફડાટ સાથે કુતૂહલનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોએ તાત્કાલિક વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત સ્થાનિક સંસ્થા વસુંધરા નેચર ક્લબની રેસ્ક્યૂ ટીમને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને યોજનાબદ્ધ રીતે સાહસિક ઓપરેશન હાથ ધરીને સાપને સહીસલામત બહાર કાઢ્યો હતો. 60 ફૂટ ઊંડા કૂવામાં આક્રમક કોબ્રાનું નિરીક્ષણ કરી યોજના બનાવી ઘટનાસ્થળે પહોંચેલી વસુંધરા નેચર ક્લબની ટીમે સૌપ્રથમ કૂવાની ઊંડાઈ, અંદરની સ્થિતિ અને સાપની હિલચાલનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આશરે 60 ફૂટ ઊંડા કૂવામાં અંધારું અને સાંકડી જગ્યા હોવા ઉપરાંત સાપ અત્યંત ઝેરી કોબ્રા હોવાથી રેસ્ક્યૂ કામગીરી અત્યંત જોખમી અને પડકારજનક બની ગઈ હતી. સાપ કે ટીમના સભ્યો પૈકી કોઈને પણ જોખમ ન થાય તે હેતુથી સામાન્ય પદ્ધતિને બદલે ખાસ ટેકનિકલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિશેષ રેસ્ક્યૂ સ્ટીક અને સુરક્ષા સાધનો વડે કાબૂમાં લીધો રેસ્ક્યૂ ટીમના સભ્યોએ જરૂરી તમામ સુરક્ષા સાધનો, દોરડા અને ખાસ સ્નેક રેસ્ક્યૂ સ્ટીકની મદદથી કામગીરી શરૂ કરી હતી. ટીમના કુશળ સભ્યોએ ભારે ધીરજ અને સાવચેતીપૂર્વક કૂવાની અંદર સાધન ઉતારીને સાપને સહેજ પણ શારીરિક ઈજા પહોંચાડ્યા વગર કાળજીપૂર્વક પકડી લીધો હતો. સતત ચોકસાઈ અને ભારે જહેમત બાદ ઝેરી કોબ્રાને 60 ફૂટ ઊંડા કૂવામાંથી સફળતાપૂર્વક અને સુરક્ષિત રીતે બહાર લાવવામાં સફળતા મળી હતી. તપાસ બાદ ઝેરી કોબ્રાને કુદરતી આવાસમાં મુક્ત કરાયો કૂવામાંથી ઝેરી સાપ સુરક્ષિત બહાર નીકળતાં જ લીલીયા ગામના લોકો અને ખેડૂતોએ મોટો હાશકારો અનુભવ્યો હતો અને રેસ્ક્યૂ ટીમની બહાદુરીભરી કામગીરીને બિરદાવી હતી. સફળ ઓપરેશન બાદ ટીમના સભ્યોએ સાપની શારીરિક તપાસ કરી હતી, જેમાં તેને કોઈ ઈજા ન થઈ હોવાનું અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ આ ઝેરી કોબ્રાને માનવ વસ્તીથી દૂર તેના કુદરતી રહેઠાણ સમાન ગાઢ જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શ્રાવણમાં યોગા ગ્રુપે શિવભક્તિ સાથે યોગાભ્યાસ કર્યો:શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે સકારાત્મક ઊર્જાનો સંદેશ
    Next Article
    ગુજરાતના પ્રથમ ‘બેલેન્સિંગ ગણપતિ’ ગોધરામાં તૈયાર:મુંબઈના પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ દત્તે વિશાળ મૂર્તિ બનાવી, આવતીકાલે ભવ્ય આગમન યાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment