Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAP-કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર, ગૃહમંત્રીના રાજીનામાની માંગ:દારૂના હપ્તા કમલમ સુધી પહોંચે છે -ગોપાલ ઈટાલિયા, આ હપ્તાખોર ભાજપ સરકારનો હત્યાકાંડ -લાલભા ગોહિલ

    8 hours ago

    ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે સર્જાયેલી ગંભીર લઠ્ઠાકાંડની ઘટનાને પગલે રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હોસ્પિટલમાં રૂબરૂ મુલાકાત લઈને રાજ્ય સરકાર, ગૃહ વિભાગ અને વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. બીજી તરફ, શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે: ગોપાલ ઇટાલિયા સર ટી. હોસ્પિટલ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડના ઠીક ત્રણ વર્ષ પછી આજે એ જ સરકારી હોસ્પિટલના એ જ વોર્ડમાં લઠ્ઠાકાંડના દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં દારૂબંધી છતાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે અને ઝેરી રસાયણોથી નિર્દોષ યુવાનોના ભોગ લેવાઈ રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, દારૂના હપ્તા કમલમ સુધી પહોંચે છે. માત્ર સસ્પેન્શન કે બદલીના નામે નાટક કરવામાં આવે છે. જો સરકાર ઈમાનદાર હોય તો છેલ્લા 10 વર્ષમાં ફરજ બજાવનારા એસપી અને એલસીબી પીઆઈની મિલકતોની તપાસ કરાવીને રિપોર્ટ જાહેર કરવો જોઈએ. જીવ બચાવવા માટે જરૂરી ‘ફોમીપિઝોલ’ જેવી મહત્વની દવાઓ ઉપલબ્ધ નથી, જ્યારે નશો ખુલ્લેઆમ મળે છે. દર્દીઓ પોલીસના દબાણ હેઠળ ખોટા નિવેદનો આપી રહ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. લઠ્ઠાકાંડમાં નાની વયે વિધવા બનતી બહેનો અને નિરાધાર થતાં બાળકોની જવાબદારી કોણ લેશે તેવો સવાલ તેમણે સરકારને કર્યો હતો. રાજ્યની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, માત્ર રાજીનામાં માંગવાથી કશું નહીં થાય, પરંતુ આ બિનસંવેદનશીલ સરકાર સામે જનતાએ હવે જાગૃત થઈને યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. આ હપ્તાખોર ભાજપ સરકારનો હત્યાકાંડ છે: લાલભા ગોહિલ ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર કચેરી પહોંચી અધિક કલેક્ટરને રજૂઆત કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાડા મારવા જેવી સ્થિતિ છે. આ હપ્તાખોર ભાજપ સરકારનો હત્યાકાંડ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હોવાનું જણાવી તાત્કાલિક ધોરણે તેમના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. આ સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે, જો આગામી દિવસમાં આ સ્થિતિ નહીં સુધરે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર મંડળમાં રેલ સંરક્ષા ઓડિટ:મુખ્યાલય ટીમે વેરાવળ-જૂનાગઢ સેક્શનનું સઘન નિરીક્ષણ કર્યું
    Next Article
    PG course in Hindi journalism discontinued at IIMC’s Amravati centre

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment