Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રવિવારે 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીઓની NEET પરીક્ષા:એરફોર્સ હવાઈ માર્ગે પેપર લાવશે, CISFના જવાનો કેન્દ્રો પર પહોંચાડશે; ઓખા-ગાંધીનગર સ્પે. ટ્રેન દોડાવાશે

    14 hours ago

    ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની અતિ મહત્વની ગણાતી UG NEETની પુનઃ પરીક્ષા 21 જૂન, 2026ને રવિવારના રોજ યોજાનાર છે. અગાઉ 3 મેના રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના વિવાદ બાદ, આ વખતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લાના 12 પરીક્ષા કેન્દ્રો પરથી કુલ 5330 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. આ વખતે પ્રશ્નપત્રોની સુરક્ષા માટે પ્રથમ વખત ડિજિટલ લોક સિસ્ટમનો ઉપયોગ કરાયો છે, જેમાં ઇન્ડિયન એરફોર્સના જવાનો મારફતે હવાઈ માર્ગે પેપર રાજકોટ લાવવામાં આવશે. કેન્દ્રો સુધી પેપર પહોંચાડવાની કમાન્ડ CISFના જવાનો અને સ્થાનિક પોલીસને સોંપાઈ છે. ગેરરીતિ રોકવા માટે દરેક સેન્ટર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની વિજિલન્સ ટીમ તૈનાત રહેશે. કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક, ST બસના રૂટ ગોઠવાયા રાજકોટના એડિશનલ કલેક્ટર જે. એચ. બારોટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પરીક્ષાના સુચારુ આયોજન માટે કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં તમામ સરકારી વિભાગો સાથે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને પરિવહનમાં તકલીફ ન પડે તે માટે એસટી વિભાગને ખાસ રૂટો ફાળવવા અને પીજીવીસીએલને પરીક્ષા દરમિયાન એકપણ મિનિટનો વીજકાપ ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને વિજિલન્સ ટીમ તરીકે મૂકવામાં આવશે. પરીક્ષાનો સમય, એન્ટ્રીના નિયમો અને વિદ્યાર્થીઓ માટે સ્પે. ટ્રેનની વિગત પરીક્ષાર્થીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેની ખાસ વ્યવસ્થા
    Click here to Read More
    Previous Article
    ભાજપની પ્રાથમિકતા જનકલ્યાણ નહીં, ફાઇવ સ્ટાર કમલમ બનાવવાની:ભાજપની પ્રાથમિકતા જનકલ્યાણ નહીં, ફાઇવ સ્ટાર કમલમ બનાવવાની - AAP નેતા મનોજ સોરઠીયાનો આક્ષેપ
    Next Article
    સ્ટીલની કચરાપેટી અને લાકડી વડે ઘાતક હુમલો:સિહોરના રાજપરા ખોડીયાર મંદિરમાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment