Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટીલની કચરાપેટી અને લાકડી વડે ઘાતક હુમલો:સિહોરના રાજપરા ખોડીયાર મંદિરમાં ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો

    12 hours ago

    ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મંદિરમાં રાત્રિના સમયે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક આધેડ પર સ્થાનિક શખ્સે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા આધેડ એ સિહોર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે સિહોર પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર મૂળ જામનગરના અલીયાબાડાના વતની અને હાલ રાજપરા ખોડીયાર મંદિરના સિક્યુરિટી ક્વાર્ટરમાં રહેતા ગંભીરસિંહ નટુભા જાડેજા ઉ.વ.49 છેલ્લા આઠ મહિનાથી રાજ રાજેશ્વરી સિક્યુરિટીમાં ફરજ બજાવે છે ગત તા.19/6 ના રોજ રાત્રિના 10:30 વાગ્યા આસપાસના સુમારે તેઓ મંદિરના પાછળના ભાગે લાઈટો ચેક કરવા અને રાઉન્ડ મારવા ગયા હતા, ​તે સમયે રાજેશ ભુપતભાઇ રાવળ રહે. રાજપરા ખોડીયાર પ્લોટ વિસ્તાર ત્યાં શંકાસ્પદ હાલતમાં આંટા મારતો જોવા મળ્યો હતો. ગંભીરસિંહે તેને પૂછપરછ કરી કે "અહીં શું કરો છો, રાત્રિના સમયે અહીં રહેવાની મનાઈ છે," જેથી ઉશ્કેરાયેલા રાજેશે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું, વિવાદ વધતા આરોપી રાજેશે નજીકમાં પડેલી સ્ટીલની કચરાપેટી ઉઠાવી ગંભીરસિંહના માથાના જમણી બાજુના ભાગે મારી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈને નીચે પટકાયા હતા. આટલેથી નહીં અટકતા, આરોપીએ સિક્યુરિટી ગાર્ડના હાથમાં રહેલી લાકડી ઝૂંટવી લઈ માથામાં તેમજ બંને હાથ અને વાસાના ભાગે લાકડીના ઘા મારી ઈજા પહોંચાડી હતી. ​આ સમયે અન્ય સિક્યુરિટી ગાર્ડ સાગર પરમાર, જગદિશ ચાવડા અને ફરિયાદીના ભાઈ પૃથ્વિરાજસિંહ દોડી આવતા આરોપી ત્યાંથી "આજે તો બચી ગયો છે, હવે ફરી અહીં દેખાયો તો જીવતો નહીં છોડું" તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ગંભીરસિંહ જાડેજાને તાત્કાલિક સારવાર અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ મથકે પહોંચી આરોપી રાજેશ ભુપતભાઇ રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં રવિવારે 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીઓની NEET પરીક્ષા:એરફોર્સ હવાઈ માર્ગે પેપર લાવશે, CISFના જવાનો કેન્દ્રો પર પહોંચાડશે; ઓખા-ગાંધીનગર સ્પે. ટ્રેન દોડાવાશે
    Next Article
    Russia Ukraine War LIVE | યુક્રેન-રશિયાનું યુદ્ધ ભડક્યું, દુનિયા ઉપર ખતરો | Putin | Zelenskey | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment