Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:ગ્રહોની સ્થિતિ કન્યા, મકર અને કુંભ રાશિના ભાગ્યને પ્રબળ કરશે, વૃશ્ચિક જાતકોએ સંતાનો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો

    9 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 23 જૂન 2026, મંગળવારના રોજ અધિક જેઠ સુદ નોમ/દશમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ કન્યા છે. રાહુકાળ સાંજે 04:02થી 05:43 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- જો ઘર કે પ્રોપર્ટીની લે-વેચ સંબંધિત કોઈ યોજના બની રહી હોય, તો આજે તેનો અમલ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. જો કોઈ સરકારી કામ અટકેલું હોય, તો આજે તેના પર ચોક્કસ ધ્યાન આપો, સફળતા મળશે. યુવાનોને તેમના પ્રયત્નોમાં યોગ્ય સફળતા મળશે. નેગેટિવ- ક્યારેક તમારો શંકાશીલ સ્વભાવ તમારા અને બીજા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારી આ ખામીમાં સુધારો કરો. યુવા વર્ગ અને વિદ્યાર્થીઓ અતિ આત્મવિશ્વાસ અને બેદરકારીના કારણે પોતાનું નુકસાન પણ કરી શકે છે. વ્યવસાય- વ્યાવસાયિક બાબતોમાં ખૂબ જ ધૈર્ય અને સંયમ રાખવાની જરૂર છે. મીડિયા અને માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં યોગ્ય સિદ્ધિઓ મળી રહી છે. જોકે, તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. કોઈની મદદથી મોટો ઓર્ડર મળી શકે છે. લવ- પરિવારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત નિયમિત તપાસ કરાવતા રહો. લકી કલર- સફેદ લકી નંબર- 9 પોઝિટિવ- આજે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થતી જણાશે. રોકાણ સંબંધિત કાર્યો માટે આજનો સમય ખૂબ જ ઉત્તમ છે. તેથી આ કાર્યોમાં વિશેષ રૂપે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પણ પરિવાર પર બનેલા રહેશે. નેગેટિવ- કોઈને ઉધાર પૈસા આપવાનું ટાળો. નહિતર તેનાથી સંબંધો પણ બગડશે અને પૈસા પણ પાછા નહીં આવે. યુવાનોને પોતાના કરિયર પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. માતા-પિતા કે વડીલના માન-સન્માનમાં ખામી ન આવવા દો. વ્યવસાય- બપોર પછી ગ્રહોની સ્થિતિ થોડી પ્રતિકૂળ બની રહી છે. આ સમયે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળો. વેપારીઓએ પોતાના વેપારને વધારવા માટે નેટવર્ક વધુ વિસ્તૃત કરવું પડશે. નોકરીમાં પણ કાર્ય સંબંધિત કોઈ બાબતને લઈને મુશ્કેલી ઊભી થઈ શકે છે. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા જાળવી રાખવા માટે મનોરંજક પ્રોગ્રામ બનાવો, ગિફ્ટ આપવી પણ યોગ્ય રહેશે. યુવાનોની મિત્રતા વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય- માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા થઈ શકે છે. વર્તમાન હવામાનથી પોતાનો બચાવ અવશ્ય કરો. લકી કલર- બદામી લકી નંબર- 5 પોઝિટિવ- તમે તમારા દ્રઢ નિશ્ચય અને મહેનતથી કોઈ વિશેષ કાર્ય પૂરું કરવામાં સફળતા મેળવશો. કોઈ રાજકીય વ્યક્તિની મદદ પણ મળશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને પોતાના અભ્યાસ અને કરિયરને લઈને ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત થશે. નેગેટિવ- કેટલાક લોકો સાથે વિરોધાભાસ જેવી સ્થિતિ રહી શકે છે. બહેતર રહેશે કે આવા લોકોથી અંતર જાળવી રાખો. એકાગ્રતા અને કાર્યક્ષમતાના અભાવે કેટલાક કામ બનતા-બનતા વચ્ચે જ અટકી શકે છે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે. તમારા મહત્વપૂર્ણ કાર્યોને આવતીકાલ પર ટાળવાને બદલે તરત જ અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો. કોઈ નવા કામની શરૂઆત માટે પણ સમય ખૂબ અનુકૂળ છે. ઓફિસની પ્રવૃત્તિઓમાં કંઈક નવું લાવવાથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે. લવ- ઘરનું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. યુવા વર્ગ પ્રેમ પ્રસંગોમાં સમય બગાડવાને બદલે પોતાના કરિયર પર ધ્યાન આપે. સ્વાસ્થ્ય- અતિશય કાર્યભારના કારણે શારીરિક અને માનસિક થાક રહેશે. તમારા કાર્યોને અન્ય લોકો સાથે વહેંચવાનો પ્રયાસ કરો. લકી કલર- કેસરી લકી નંબર- 3 પોઝિટિવ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરો, આનાથી તમામ કાર્યો સુચારુ રીતે પૂરા થતા જશે. તમારો સકારાત્મક અભિગમ અને સંતુલિત વિચાર કોઈ પણ સમસ્યાને ઉકેલવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓની ભણવાને લઈને ચાલી રહેલી કોઈ પણ મુશ્કેલી દૂર થઈ જશે. નેગેટિવ- આળસના કારણે કામ ટાળવું યોગ્ય નથી. તમારી આ ખામીને દૂર કરો અને તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. કોઈ પણ નિર્ણય લાગણીઓમાં વહીને ન લો, પહેલાં વિચાર કરવાથી તમે શ્રેષ્ઠ રીતે કાર્યોને અંજામ આપી શકશો. વ્યવસાય- વ્યવસાયને લઈને થોડી મુશ્કેલીઓ રહેશે. પરંતુ આ સ્થિતિ અસ્થાયી છે, ટૂંક સમયમાં જ પરિસ્થિતિઓ અનુકૂળ થઈ જશે. લાભના સ્ત્રોત બનશે પરંતુ ધીમી ગતિએ. સરકારી નોકરી કરતા લોકોને અચાનક જ કોઈ સ્પેશિયલ ડ્યુટી માટે ઓર્ડર આવી શકે છે. લવ- પરિવારના સભ્યો સાથે રમુજ-મજાક અને મનોરંજનમાં સુખદ સમય પસાર થશે. પાર્ટનર સાથે લોન્ગ ડ્રાઈવ પર જવાની તક મળી શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ બદલાતા વાતાવરણના કારણે પોતાની દિનચર્યાને સંયમિત રાખવી અત્યંત જરૂરી છે. લકી કલર- સફેદ લકી નંબર- 2 પોઝિટિવ- નકામી નકારાત્મક વાતોમાંથી ધ્યાન હટાવીને ખુદને ખુશમિજાજ અને સ્ફૂર્તિલા રાખો. આનાથી તમે તમારી દિનચર્યાને વધુ સારી રીતે વ્યવસ્થિત કરી શકશો. કોઈ પારિવારિક સમસ્યાનો ઉકેલ મળવાથી ચિંતા દૂર થશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંબંધિત યોજના બનશે. નેગેટિવ- ખુદને એક્ટિવ રાખો. વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે તમારા સંબંધીઓ અને નજીકના લોકોની અવગણના ન કરો. ફોન અને ઇન્ટરનેટ દ્વારા બધાના સંપર્કમાં રહો. બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે. દિનચર્યા વ્યવસ્થિત રાખો. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓમાં સુધારો આવશે. આ સમય તમારા સંપર્ક સૂત્રો અને કાર્યપ્રણાલીને વધુ મજબૂત બનાવવાનો છે. કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે શિસ્ત અને નિયમોને વધુ કડક કરવા પડશે. સરકારી નોકરીયાતોને તેમની શ્રેષ્ઠ કાર્યશૈલીના કારણે અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. લવ- પરિવારના મહત્વપૂર્ણ નિર્ણયોમાં સક્રિય રહેવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય- તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ અને ઊર્જાવાન રાખશે. થોડો સમય પ્રકૃતિની સાથે પણ અવશ્ય વિતાવો. લકી કલર- લાલ લકી નંબર- 6 પોઝિટિવ- ભાગ્યોદય કરનારો સમય ચાલી રહ્યો છે. તમારી પ્રગતિ માટે કોઈ નવો દ્વાર ખુલી રહ્યો છે, બસ અતિશય મહેનતની જરૂર છે. વિદ્યાર્થીઓને પણ આશા અન્વયે પરિણામ મળવાથી રાહત અને ખુશી થશે. થોડો સમય ઘરના વરિષ્ઠ લોકો સાથે પણ વિતાવો. નેગેટિવ- બિનજરૂરી લોકોના સંપર્કમાં ન રહો, નહિતર તમારા માન-સન્માન પર આંચ આવી શકે છે. પરિવારના સભ્યોની ખુશી માટે તમે તમારા બજેટ કરતાં વધુ ખર્ચ કરી બેસશો, જેના કારણે પાછળથી પસ્તાવો પણ કરવો પડી શકે છે. કોઈ ખાસ મિત્ર સાથે લેણ-દેણને લઈને થોડું મનદુઃખ થઈ શકે છે. વ્યવસાય- વ્યવસાયિક કાર્ય પ્રણાલીમાં સુધારો આવશે. તમારા કામ કરવાના જુસ્સાને વધુ ગતિ આપો. આ સમયે ફાઇનાન્સ સંબંધિત કાર્યો પર પૂરું ધ્યાન કેન્દ્રિત રાખવું જરૂરી છે. નોકરીયાતો માટે કોઈ ઓફિશિયલ યાત્રા કરવી લાભદાયક રહેશે અને ઉત્તમ અનુભવો પણ મળશે. લવ- પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતને લઈને અણબનાવ થઈ શકે છે. પરિસ્થિતિઓને ગુસ્સાના બદલે શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્ય- બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા હોય, તો નિયમિત તપાસ કરાવો. તમારી દવા લેવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- રોજબરોજની વ્યસ્ત દિનચર્યામાંથી રાહત મેળવવા માટે આજે તમારા મનપસંદ કાર્યોમાં સમય આપો, આનાથી પ્રફુલ્લતા આવશે. વડીલોના માર્ગદર્શનથી મુશ્કેલ રસ્તો સરળ બની જશે. ધીરજપૂર્વક કરેલા કાર્યોનું પરિણામ પણ શુભ મળશે. લાભ થશે પરંતુ ધીમી ગતિએ. નેગેટિવ- યુવાનોનું આળસુ વલણ તેમના કામમાં અવરોધ લાવી શકે છે, તેથી સક્રિય રહેવું જરૂરી છે. તમારા ગુસ્સા અને ઉતાવળિયા સ્વભાવ પર નિયંત્રણ રાખો, નહિતર તમે કોઈ મુસીબતમાં મુકાઈ શકો છો. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા ગંભીરતાથી વિચાર કરો. વ્યવસાય- વ્યવસાયિક દ્રષ્ટિએ હજુ સમય બહુ અનુકૂળ નથી. આવક કરતાં ખર્ચની સ્થિતિ વધુ રહેશે. બહેતર રહેશે કે કોઈ નવું કાર્ય શરૂ કરવાને બદલે વર્તમાન પ્રવૃત્તિઓ પર જ ધ્યાન આપો. ઓફિસમાં ટીમને બહેતર બનાવવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ રહેશે. લવ- અતિશય વ્યસ્તતા છતાં તમે પરિવાર અને વ્યવસાય વચ્ચે યોગ્ય તાલમેલ જાળવી રાખશો. પ્રેમી-પ્રેમિકાને ડેટ પર જવાની તકો પણ મળશે. સ્વાસ્થ્ય- છાતી સંબંધિત કોઈ પ્રકારની તકલીફ અનુભવાઈ શકે છે. દેશી સારવાર વધુ યોગ્ય રહેશે. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- રોકાણ કરતી વખતે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી તમને ભવિષ્યમાં લાભ આપી શકે છે. સકારાત્મક દ્રષ્ટિકોણ રાખવાથી વિપરીત પરિસ્થિતિઓ આપોઆપ સામાન્ય થઈ જશે. બાળકોની કોઈ વિષયને લઈને ચાલી રહેલી સમસ્યા પણ દૂર થશે. નેગેટિવ- કોઈ નજીકના સંબંધીની મદદ કરતા પહેલા પોતાના બજેટનું પણ ધ્યાન અવશ્ય રાખો. કોઈની સાથે તકરાર ન થાય તે વાતનું વિશેષ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને ભણવાની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપવાની જરૂર છે. સંતાન સાથે મિત્રની જેમ વર્તીને તેમનું માર્ગદર્શન કરો. વ્યવસાય- વ્યવસાયિક બાબતોમાં તમામ પ્રવૃત્તિઓ પોતાની દેખરેખ હેઠળ જ કરાવો. કોઈ કર્મચારી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી દગો મળી શકે છે. કોઈ પણ કામમાં પાકા બિલનો ઉપયોગ કરો. મનગમતો કાર્યભાર ન મળવાના કારણે નોકરીયાતો પરેશાન રહેશે. લવ- પતિ-પત્નીમાં એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રહેશે. આનાથી પરસ્પર સંબંધોમાં નિકટતા પણ વધશે. સ્વાસ્થ્ય- ઇન્ફેક્શન વગેરેની સમસ્યા થવા પર તરત જ સારવાર લો. હવામાનને અનુકૂળ વસ્તુઓનું વધુ સેવન કરો. લકી કલર- નારંગી લકી નંબર- 2 પોઝિટિવ- નવી યોજનાઓ બનશે, જે લાભદાયક પણ રહેશે. તમારી જીવનશૈલી અને બોલચાલની રીત બીજાને તમારા તરફ આકર્ષિત કરશે. ખાસ કરીને મહિલાઓ માટે આજનો દિવસ ઉપલબ્ધિઓથી ભરેલો રહેશે. પારિવારિક અને વ્યવસાયિક બંને જગ્યાએ યોગ્ય સામંજસ્ય જળવાઈ રહેશે. નેગેટિવ- અતિશય ખર્ચ પરેશાન કરશે. બહેતર રહેશે કે સંતુલિત બજેટ બનાવીને ચાલો. કોઈ બહારની વ્યક્તિની દખલગીરી તમારા પરિવાર અને વ્યવસાય પર ન થવા દો. મિત્રો તથા પાડોશીઓ સાથે સંબંધો મધુર રાખો. વિદેશ જવા માટે પ્રયાસ કરી રહેલા લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વ્યવસાય- અટકેલી વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ગતિ આવશે. સાથે જ કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સાનિધ્યથી તમને કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ પણ મળી શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે, તેનો ભરપૂર સદઉપયોગ કરો. કમિશન સંબંધિત વ્યવસાયમાં નફાકારક સ્થિતિ રહેશે. લવ- તમારા દરેક કાર્યમાં જીવનસાથીની સલાહ લેવી લાભદાયક સાબિત થશે. મિત્રો સાથે મુલાકાત કરતી વખતે મર્યાદાનું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. પડવા અથવા ઈજા થવાની આશંકા છે. લકી કલર- પીળો લકી નંબર- 4 પોઝિટિવ- ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. તમને તમારા કાર્યોમાં અપેક્ષા કરતાં વધુ સફળતા મળશે. જો ક્યાંય રોકાણ કરવાનું આયોજન હોય, તો તરત જ નિર્ણય લો, તમને ફાયદો થશે. પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધી સારો પ્રસ્તાવ પણ આવી શકે છે. નેગેટિવ- બધાને ખુશ રાખવાના પ્રયાસમાં તમે તમારું નુકસાન પણ કરી શકો છો. બહેતર રહેશે કે તમારી ક્ષમતા અનુસાર જ કાર્ય કરો. તમારી વસ્તુઓની સંભાળ ખુદ કરો, ખોવાઈ જવાની કે મૂકીને ભૂલી જવાની આશંકા છે. આજે બિનજરૂરી અવરજવર ટાળો. વ્યવસાય- નોકરી અને રોજગારના ક્ષેત્રમાં કાર્યરત લોકોને ઉત્તમ તકો મળશે. પરંતુ આ સમયે તમારા હરીફોની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખો. ફાઇનાન્સ સંબંધિત કાર્યો સાવધાનીપૂર્વક કરો. ઓફિસમાં થોડું રાજનીતિ જેવું વાતાવરણ બનેલું રહેશે. લવ- પરિવાર માટે સમય કાઢવો ઘરના વાતાવરણને ખુશહાલ રાખશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા આવશે. સ્વાસ્થ્ય- આ સમયે થાક અને તણાવ અનુભવાશે. થોડો સમય ધ્યાન અને મેડિટેશનમાં પણ લગાવો. વ્યવસ્થિત દિનચર્યા તમને સ્વસ્થ રાખશે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- ઉત્તમ ગ્રહ સ્થિતિ છે. તમારા નિર્ધારિત લક્ષ્ય માટે કરવામાં આવેલી મહેનતના સારા પરિણામો મળવાના છે. આજે કોઈ ફોન કોલ અથવા સંબંધીના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી મળશે. પરિવારના સભ્યોની મહેનત અને પ્રયાસોથી કોઈ પારિવારિક યોજના વાસ્તવિક રૂપ લઈ શકે છે. નેગેટિવ- કોઈ પણ પ્રકારની લેણ-દેણ કરતા પહેલાં વિચાર અવશ્ય કરો, નહિતર કોઈ તમારી વાતોનો ખોટો ફાયદો ઉઠાવશે. તેથી આવા લોકોથી દૂર જ રહો. ઘરના ખર્ચાઓમાં થોડા સતર્ક રહેવાની જરૂર છે. સંતાન પક્ષની કોઈ નકારાત્મક બાબત ખબર પડવા પર ધૈર્યથી ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યભારને વ્યવસ્થિત કરવા માટે નવી ટેકનોલોજીનો સહારો લો, આનાથી કામની ગુણવત્તા વધશે અને સમયનો પણ બચાવ થશે. આજે બહારની પ્રવૃત્તિઓ અને સંપર્ક સૂત્રો દ્વારા કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ ન કરો, કારણ કે કોઈ છેતરપિંડી થઈ શકે છે. લવ- પરિવાર સાથે મનોરંજન સંબંધિત પ્રોગ્રામ બનશે, જેનાથી તમામ સભ્યો વચ્ચે ખુશી, ઉમંગ તથા પરસ્પર સુમેળ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ કારણસર વાદ-વિવાદ થઈ શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યને લઈને નબળાઈ અને સુસ્તી રહેશે. તેથી કામની વચ્ચે આરામ લેવો પણ અત્યંત આવશ્યક છે. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- વડીલોના અભિપ્રાય અને માર્ગદર્શનને સર્વોપરી રાખો. જો કોઈ વડીલોપાર્જિત જમીન-સંપત્તિ સંબંધિત કામ અટકેલું હોય, તો આજે તેનો કોઈ ઉકેલ આવી શકે છે. યુવા વર્ગ સૂઝબૂઝ અને વ્યવહાર કુશળતા દ્વારા પોતાના ભવિષ્ય સંબંધિત યોજનાઓ પર અમલ કરવાનું શરૂ કરી શકે છે. નેગેટિવ- બીજા સાથે તમારી સરખામણી કરવાને બદલે તમારા વ્યક્તિત્વને વધુ નિખારવામાં ધ્યાન આપો. ધ્યાન રાખો કે બેઠા-બેઠા તમે કોઈ મુસીબતમાં પણ મુકાઈ શકો છો. બાળકોની સમસ્યાને કોઈ નજીકની વ્યક્તિ સાથે શેર કરવાથી ચર્ચા-વિચારણા દ્વારા યોગ્ય ઉકેલ મળશે. વ્યવસાય- વ્યવસાયમાં થોડી ઉતાર-ચઢાવ જેવી સ્થિતિ બનેલી રહેશે. કાર્યસ્થળ પર તમારી હાજરી અનિવાર્ય રાખો અને કોઈ પણ કાર્ય જાતે જ પતાવવાનો પ્રયત્ન કરો. આ સમયે તમારી ઉપર કોઈ નવી જવાબદારી આવી શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં ગેરસમજો દૂર થશે અને કાર્યમાં ગતિ આવશે. લવ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા તણાવની નકારાત્મક અસર ઘરની વ્યવસ્થા પર પણ પડશે. યુવાનોને કોઈ ખાસ વ્યક્તિ સાથેની વાતચીત ખુશી આપશે. સ્વાસ્થ્ય- હવામાન સંબંધિત નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે. પરંતુ ઘરેલુ સારવારથી સ્વસ્થ થઈ જશો. લકી કલર- ગુલાબી લકી નંબર- 1
    Click here to Read More
    Previous Article
    23 જૂનનું અંકફળ:અંક 4ના જાતકોનો ઘરકંકાસ શાંત થશે, અંક 5ના જાતકોએ લોભામણા રોકાણથી બચવું
    Next Article
    સુરેન્દ્રનગર LCBએ બાઇસાબગઢમાં 2000 લિટર દારૂનો આથો ઝડપ્યો:કેનાલ પાસેથી ₹50 હજારનો મુદ્દામાલ જપ્ત, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ માં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment