Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર LCBએ બાઇસાબગઢમાં 2000 લિટર દારૂનો આથો ઝડપ્યો:કેનાલ પાસેથી ₹50 હજારનો મુદ્દામાલ જપ્ત, ધ્રાંગધ્રા તાલુકા પોલીસ માં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

    10 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ધ્રાંગધ્રા તાલુકાના બાઇસાબગઢ ગામ નજીકથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો 2000 લિટર આથો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના આધારે, પોલીસ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ રાઠોડને મળેલી ગુપ્ત બાતમીના આધારે LCBએ આ કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે, બાઇસાબગઢ ગામની કેનાલ પાસેના ઓકળાના કાંઠેથી 2000 લિટર દેશી દારૂ ગાળવાનો આથો (વોશ) જપ્ત કરાયો હતો. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચાલુ છે. આ ગુનામાં ધનજીભાઇ ગોરધનભાઇ ઠાકોર (રહે. બાઇસાબગઢ, તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર) નામનો આરોપી ફરાર છે. LCB સુરેન્દ્રનગરના PI બી.એચ. શીંગરખીયા, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા, HC દશરથભાઇ ઘાંઘર અને PC પ્રતાપસિંહ રાઠોડ સહિતની ટીમે આ કામગીરી પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    મંગળવારનું રાશિફળ:ગ્રહોની સ્થિતિ કન્યા, મકર અને કુંભ રાશિના ભાગ્યને પ્રબળ કરશે, વૃશ્ચિક જાતકોએ સંતાનો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો
    Next Article
    Four Fertiliser Ships Pass Through Hormuz, En Route To Ports In India, Says Chemicals Ministry

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment