Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં કરન ઔજલાનો હાથ છે':રેપરના પંજાબી સિંગર પર ગંભીર આરોપ, કહ્યું- 'પહેલાં હત્યારાને પૈસા આપ્યા, પછી શ્રદ્ધાંજલિનું ગીત ગાયું'

    1 day ago

    પંજાબના રેપર સુલતાને વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે, 'સિંગર સિદ્ધુ મૂસેવાલાને મરાવવા પાછળ સિંગર કરન ઔજલાનો હાથ હતો.' સુલતાને કહ્યું કે, 'ઔજલાના ઘરે ગોળીઓ ચાલી હતી. તેને લાગતું હતું કે તેના ઘરે સિદ્ધુએ ગોળીઓ ચલાવી છે. સિદ્ધુને મરાવવા માટે મને જાણવા મળ્યું છે કે, કરન ઔજલાએ પણ પેમેન્ટ કર્યું હતું.' તેણે કહ્યું કે, 'પહેલા તેને મરાવવા માટે માણસો શોધતો હતો. હવે તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. સિદ્ધુના મૃત્યુ પછી તેની ટીમ તોડી નાખી. આ વાત પણ સાચી છે કે હું ભાંગ પીઉં છું, પણ જૂઠું બોલતો નથી. જે છે તે હું લોકો સામે બોલું છું. લોકોને પણ ખબર પડવી જોઈએ કે કલાકારો શું કરે છે.' રેપર સુલતાન અને અમૃતસરના સિંગર પ્રેમ ઢિલ્લોન તેમના 19 જૂને રિલીઝ થયેલા નવા ગીતોને લઈને પણ એકબીજા સાથે ભીડાયા છે. રેપર સુલતાને 19 મેના રોજ રિલીઝ થયેલા ગીતમાં પ્રેમ ઢિલ્લોન પર કહ્યું કે, 'તારા કરતાં સારા સૂરમાં તો ગધેડો ગાઈ લે છે.' એ જ રીતે 19 જૂને જ રિલીઝ થયેલા પોતાના રેપમાં પ્રેમ ઢિલ્લોને કહ્યું કે, 'દુશ્મની પણ કાઢી લેજો, પણ પહેલા જન્મ તો લો.' સિદ્ધુ મૂસેવાલાના નામે 'સિમ્પથી કાર્ડ' રમવાનો આરોપ દિવંગત સિંગર સિદ્ધુ મૂસેવાલાનો ઉલ્લેખ કરતા સુલ્તાને ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારો પર નિશાન સાધ્યું. તેણે કહ્યું કે, 'મારા અને સિદ્ધુ વચ્ચે ભૂતકાળમાં મતભેદ હતા, પરંતુ મેં સિદ્ધુના મૃત્યુ પછી ક્યારેય તેના નામે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો નથી.' સુલ્તાને પ્રેમ ઢિલ્લોન પર સીધો હુમલો કરતા કહ્યું- 'આ બધા લોકો ટ્રિબ્યુટ અને પોસ્ટ નાખીને લોકોની સિમ્પથી (સહાનુભૂતિ) મેળવી રહ્યા છે. પ્રેમ પોતાને સિદ્ધુનો 'ચંડિયા' (ચેલો) કહે છે, જ્યારે હકીકતમાં તે તેનો સૌથી મોટો દુશ્મન હતો. આ બધા ફક્ત પોતાના ગીતો ચલાવવા માટે ખોટી વાર્તાઓ બનાવી રહ્યા છે.' જાણો રેપર સુલતાને પોતાના વીડિયોમાં શું કહ્યું…
    Click here to Read More
    Previous Article
    સ્પેસમાં પણ FIFA વર્લ્ડ કપનો ક્રેઝ:'ટ્રિઓન્ડા' બોલથી ફૂટબોલ રમતા દેખાયા નાસાના અવકાશયાત્રી
    Next Article
    દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્નીનું નિધન:પત્નીને કાંધ આપી અને સ્વજનોને ગળે મળી રડ્યા, CMએ સાંત્વના આપી; હિંમતનગરમાં અંતિમવિધિ કરાઈ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment