Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્પેસમાં પણ FIFA વર્લ્ડ કપનો ક્રેઝ:'ટ્રિઓન્ડા' બોલથી ફૂટબોલ રમતા દેખાયા નાસાના અવકાશયાત્રી

    1 day ago

    FIFA વર્લ્ડ કપ 2026 દરમિયાન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રીઓએ ફૂટબોલ રમ્યો છે જેનો વીડિયો સામે આવ્યો છે. નાસાના અવકાશયાત્રી જેસિકા મીર, ક્રિસ વિલિયમ્સ, જેક હેથવે અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના અવકાશયાત્રી સોફી એડેનોટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફૂટબોલ રમીને ફીફા વર્લ્ડ કપની ઉજવણી કરી. વીડિયોમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ ફૂટબોલ ફરતા જોવા મળ્યા. અવકાશયાત્રીઓએ કહ્યું, ‘તમે ભલે ગમે તે ટીમનું સમર્થન કરો, પૂરા દિલથી ચીયર કરો. અમે અહીં ઉપર સુધી તમારો ઉત્સાહ સાંભળવા માંગીએ છીએ.’ સ્પેસ પહોંચી ટ્રિઓન્ડા બોલ ટ્રિઓન્ડાને રમતગમતના સામાન બનાવતી કંપની એડિડાસે તૈયાર કર્યો છે. ફીફા અનુસાર, તેનું નામ સ્પેનિશ ભાષાના શબ્દ પરથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ 'ત્રણ તરંગો' થાય છે. આ નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું કારણ કે 2026નો વર્લ્ડ કપ પ્રથમ વખત ત્રણ દેશો કેનેડા, મેક્સિકો અને અમેરિકાની સંયુક્ત યજમાનીમાં રમાઈ રહ્યો છે. બોલમાં લાલ, લીલો અને વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ ત્રણેય દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. તેની બનાવટ પણ ખાસ છે, જેમાં ચાર પેનલ મળીને ત્રિકોણીય આકાર બનાવે છે, બોલમાં ઊંડા સીમ અને ઉપસેલી સપાટી આપવામાં આવી છે, જેનાથી વરસાદ કે ભીના વાતાવરણમાં પણ ખેલાડીઓને સારી પકડ મળે છે અને બોલની ઉડાન વધુ સ્થિર રહે છે.
    Click here to Read More
    Previous Article
    How Norway fans’ Viking Row and Vikingblod song took over FIFA World Cup
    Next Article
    'સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં કરન ઔજલાનો હાથ છે':રેપરના પંજાબી સિંગર પર ગંભીર આરોપ, કહ્યું- 'પહેલાં હત્યારાને પૈસા આપ્યા, પછી શ્રદ્ધાંજલિનું ગીત ગાયું'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment