Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંકાસ્પદ હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો:આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે અકસ્માત સર્જનાર કારચાલક સગીરની અટકાયત, કાર માલિક સામે પણ થશે કાર્યવાહી

    15 hours ago

    રાજકોટના રૈયા રોડ પર આમ્રપાલી અંડર બ્રિજ બહાર વર્ના કાર દ્વારા રેલવે કર્મીને અડફેટે લેતા તેને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન ઈજાગ્રસ્ત રાકેશકુમારની પત્ની દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં કાર ચાલક સગીર હોવાનું અને કાર ચાલક સગીરના અન્ય સગીર મિત્રના મામાની હોવાનું સામે આવતા પોલીસ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે કાર ચાલક સગીર સામે ગુનો નોંધ્યા બાદ કાર માલિક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રેસકોર્સ મેદાનમાં યોગ દિવસની ઉજવણીમાં સગીર વયના બાળકો મોટર કાર લઈને ગયા હતા જ્યાંથી પરત ફરતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો. શંકાસ્પદ હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો જૂના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે આજે સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવક રખડતું-ભટકતું જીવન જીવતો હતો અને આસપાસના વિસ્તારોમાં ભંગાર વીણવાનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાસ્થળેથી તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને ત્યારબાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત કોઈ બીમારી સબબ નીપજ્યું હોવાનું અનુમાન છે. પરંતુ હાલ બી ડિવિઝન પોલીસે યુવકના મોતનું સાચું કારણ જાણવા પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મહિલા ટી-20 વર્લ્ડકપની મેચમાં ક્રિકેટ સટ્ટો રમતો લોજીંગનો ધંધાર્થી ઝડપાયો રાજકોટ શહેર પીસીબી ટિમ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન રેસકોર્ષ રિંગરોડ જનતા જનાર્દન સોસાયટી આયકર ભવન પાછળ રોડ ઉપર પરેશ ઝાલા નામનો શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં હાલમાં ચાલતી વુમન્સ T20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચ ઉપર રૂપિયાની હારજીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમીના આધારે ટીમે પોલીસે પરેશનો મોબાઇલ ફોન જોતા મોબાઇલમાં ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં આર્મી 7777.કોમ નામની આઈ.ડી. જોવામાં આવેલ જેમાં તે ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રીકા અને ભારત વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર અલગ-અલગ રકમના સોદા કર્યાનું જોવા મળ્યું હતું. હાલ પોલીસે પરેશ ઝાલાની અટકાયત કરી બુકીનું નામ ખોલાવવા તજવીજ હાથ ધરી છે. યુવાને ગીરવે મૂકેલો સોનાનો ચેન વ્યાજખોરે વેચી મારતા ફિનાઇલ ગટગટાવી લીધું કુવાડવા ગામે વાંકાનેર ચોકડી પાસે રહેતા અરવિંદ રામજીભાઇ બાહુકીયા (ઉ.વ.37) નામના યુવાને આજે બપોરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે યુવાનનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અરવિંદ સોપારી કટીંગનું કામ કરે છે. તેને આઠ મહિના પહેલા સાતડા ગામના રાણા વિભાભાઇ બાંધવા પાસેથી રૂ.2.50 લાખ લીધા હતા. 52 ગ્રામનો સોનાનો ચેઇન ગીરવે મુકયો હતો. ત્યારે તેણે વ્યાજનુ પૂછતા પછી સમજી લેશુ તેમ જણાવ્યુ હતુ. બાદમાં આજે તે અઢી લાખ પરત આપવા ગયો અને તેનો સોનાનો ચેઇન પરત માંગતા વ્યાજખોરે તે ચેઇન મે વેંચી નાખ્યો છે. તેમ કહી ફરિયાદ કરીશ તો માર મારવાની ધમકી આપી હતી જેથી યુવાને ડરી જઇ આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે હાલ પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સીટી બસ-ટ્રેક્ટર વચ્ચે ટક્કર:વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત, બસનો કાચ ફૂટ્યો, મહાપ્રભુજીની બેઠક પાસે અકસ્માત
    Next Article
    નવસારી LCBએ 13 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:અપહરણ-પોક્સો કેસનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment