Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી LCBએ 13 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:અપહરણ-પોક્સો કેસનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

    14 hours ago

    નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે અપહરણ અને પોક્સો (POCSO) કેસમાં 13 વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસે મજૂરનો વેશ ધારણ કરવો પડ્યો હતો. વર્ષ 2013માં નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કરતા મધ્યપ્રદેશના પપ્પુ વસુનિયા નામના શખ્સે તેના એક મિત્ર સાથે મળીને 15 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ બંનેએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પરિવારજનોએ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તે સમયે પપ્પુ વસુનિયા અને તેના મિત્રની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. જોકે, પપ્પુ વસુનિયા અદાલતમાંથી વચગાળાના જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો અને જામીનની મુદત પૂર્ણ થયા બાદ ફરાર થઈ ગયો હતો. આરોપી લાંબા સમય સુધી હાજર ન થતાં અદાલત દ્વારા તેની સામે ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું હતું. વોરંટના આધારે નવસારી LCB પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને માહિતી મળી હતી કે, આરોપી પપ્પુ મધ્યપ્રદેશમાં તેના વતનમાં છુપાયો છે. આરોપી સ્થાનિક વિસ્તારમાં સતર્ક હોવાથી પોલીસ ટીમે મજૂરનો વેશ ધારણ કર્યો હતો. યોગ્ય તક મળતાં જ પોલીસે મધ્યપ્રદેશમાં તેના ઘરેથી પપ્પુ વસુનિયાને દબોચી લીધો હતો. નવસારી લાવ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી પપ્પુને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેને ફરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    શંકાસ્પદ હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો:આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે અકસ્માત સર્જનાર કારચાલક સગીરની અટકાયત, કાર માલિક સામે પણ થશે કાર્યવાહી
    Next Article
    ગાંધીનગરમાં 28મીના રવિવારે પોલિયો મુક્તિ મહાઅભિયાન:મનપા 63 હજાર બાળકોને વેક્સિન આપવા માટે 1000 કર્મયોગીઓનો કાફલો મેદાને ઉતારશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment