Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 28મીના રવિવારે પોલિયો મુક્તિ મહાઅભિયાન:મનપા 63 હજાર બાળકોને વેક્સિન આપવા માટે 1000 કર્મયોગીઓનો કાફલો મેદાને ઉતારશે

    12 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી રવિવાર એટલે કે 28મી જૂનના રોજ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો રસીકરણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે 0 થી 5 વર્ષની ઉંમરના અંદાજિત 62 હજાર જેટલા તમામ બાળકોને પોલિયો વેક્સિનના બે ટીપાં પીવડાવીને સુરક્ષિત કરવા 1000 કર્મયોગીઓનો કાફલો મેદાને ઉતારવામાં આવશે. 62 હજાર જેટલા બાળકોને પોલિયો વેક્સિનના બે ટીપાં અપાશે ગાંધીનગર શહેરી વિસ્તારમાં આગામી રવિવાર એટલે કે 28મી જૂનના રોજ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો રસીકરણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.આ રાષ્ટ્રીય અભિયાનના સફળ સંચાલન માટે ગાંધીનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહાનગરપાલિકા હસ્તકના 0 થી 5 વર્ષની ઉંમરના અંદાજિત 62 હજાર જેટલા તમામ બાળકોને પોલિયો વેક્સિનના બે ટીપાં પીવડાવીને સુરક્ષિત કરવા માટેની માઇક્રોપ્લાનિંગ વ્યૂહરચના અને પૂર્વતૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. બાળક વેક્સિનથી વંચિત ન રહી જાય તે માટે મનપાનો એક્શન પ્લાન આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આરોગ્ય વિભાગ સહિત શિક્ષણ વિભાગ, આઈ.સી.ડી.એસ. (ICDS) શાખા, મિકેનિકલ શાખા, ટ્રાન્સપોર્ટ વિભાગ તેમજ અન્ય તમામ સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 28મી જૂને યોજાનારા આ રસીકરણ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એક પણ બાળક વેક્સિનથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. 1000 કર્મયોગીઓનો કાફલો મેદાને ઉતરશે આ સમગ્ર રાષ્ટ્રીય કાર્યક્રમને સુચારુ રૂપે પાર પાડવા અને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ. અને નર્સિંગ સ્ટાફના અંદાજિત 1000થી વધુ કર્મયોગીઓની ટીમ તૈનાત કરવામાં આવશે. જેઓ શહેરના વિવિધ રસીકરણ બૂથો અને સંવેદનશીલ વિસ્તારોમાં સક્રિયપણે પોતાની ફરજ બજાવશે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આગોતરા પગલાં આ બેઠકમાં માત્ર પલ્સ પોલિયો રસીકરણ જ નહીં પરંતુ બાળકોના સાર્વત્રિક સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને અન્ય રોગો સામેના નિયંત્રણ અંગે પણ વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. જેમાં ટી.ડી. 10/16 (ધનુષ અને ડિપ્થેરિયા) રસીકરણ કાર્યક્રમ તેમજ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત રોગચાળાને નાથવા માટે ઝાડા નિયંત્રણ કાર્યક્રમ અંગે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જરૂરી આગોતરા પગલાં લેવા માટે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 'પોલિયો વિરોધી રસીના બે ટીપાં અચૂક અપાવે' ગાંધીનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરના તમામ પ્રબુદ્ધ નાગરિકો અને વાલીઓને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, તેઓ આગામી રવિવારે પોતાના 0થી 5 વર્ષના તમામ બાળકોને નજીકના રસીકરણ કેન્દ્ર પર લઈ જઈને પોલિયો વિરોધી રસીના બે ટીપાં અચૂક અપાવે અને દેશને પોલિયોમુક્ત રાખવાના આ સરકારી મહાઅભિયાનમાં પોતાનો સક્રિય સહયોગ પ્રદાન કરે.
    Click here to Read More
    Previous Article
    નવસારી LCBએ 13 વર્ષથી ફરાર આરોપીને ઝડપ્યો:અપહરણ-પોક્સો કેસનો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
    Next Article
    બોટાદમાં DYSP અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:આગામી તહેવારો પૂર્વે કાયદો વ્યવસ્થા જાળવવા ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment