Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણેશ ઉત્સવ અંગે એ ડિવિઝનમાં DYSPની બેઠક:ઉત્સવ પૂર્વે પોલીસ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ; ડીજે નિયમો તથા કાયદો-વ્યવસ્થા જાળવવા કડક સૂચના

    12 hours ago

    ​જૂનાગઢ શહેરના એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એ, બી અને સી ડિવિઝનના પી.આઈ., ગણેશ ઉત્સવના આયોજકો, ડીજે સંચાલકો અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સરકારની માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવા, તમામ પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાવવા અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રાખવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ધાર્મિક લાગણી ન ઉશ્કેરાય તેવા ગીતો ન વગાડવા પોલીસની અપીલ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરના ત્રણેય ડિવિઝન વિસ્તારમાં આવનારા ગણેશ મહોત્સવ અંતર્ગત આયોજકો, ડીજે સંચાલકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે આ મીટિંગનું આયોજન કરાયું હતું. આયોજકોને સરકારની માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને મંડપોમાં સીસીટીવી કેમેરા લગાવવા સૂચના અપાઈ છે. મોટા આયોજનો પર પોલીસ જવાનો, હોમગાર્ડ અને અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ રહેશે. આ ઉપરાંત ડીજે સંચાલકોને કોઈની ધાર્મિક લાગણી ન ઉશ્કેરાય તેવા ગીતો ન વગાડવા અને નિયમોનું ઉલ્લંઘન ન કરવા કડક ચેતવણી આપવામાં આવી છે, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમણે તમામ આયોજકોને ગણેશ ઉત્સવની શુભકામનાઓ પણ પાઠવી હતી. કોમી એક્તા અને ભાઈચારા સાથે ઉત્સવ ઊજવવા અપીલ કોમી એકતા અને શાંતિ સમિતિના આગેવાન બટુકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિ અને ગણેશ ઉત્સવના સ્થાપકોની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરમાં કાયદો-વ્યવસ્થા, કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે રીતે દર વર્ષની જેમ ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવવા અપીલ કરાઈ હતી. રાષ્ટ્રીય એકતા સમિતિના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો આ મીટિંગમાં જોડાયા હતા. આ તહેવાર આપણા સૌનો તથા રાષ્ટ્રીય અને કોમી એકતાનો તહેવાર હોવાથી તમામ નાગરિકો શાંતિપૂર્ણ રીતે ભાગ લે અને ગણપતિ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એસટી વિભાગ ને ભાદરવી અમાસનો મેળો ફળ્યો:કોળિયાક ભાદરવી અમાસના મેળામાં એસ.ટી. ને એક્સ્ટ્રા બસોમાં સંચાલન થકી રૂ.5.84 લાખની આવક
    Next Article
    મોરબીમાં 4 જગ્યાએ ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:3 મહિલાઓ સહિત 24 લોકોને ઝડપ્યા, કુલ 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment