Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિષ્યવૃતિ કૌભાંડનો માસ્ટર માઈન્ટ ઝડપાયો:વડોદરાના યુવકના નામે ગાંધીનગરની કોલેજમાં બોગસ એડમિશન લઈ બારોબાર સ્કોલરશીપ ઓળવી ગયો હતો, સરકારી બાબુઓ સુધી તપાસનો રેલો પહોચશે

    18 hours ago

    વડોદરામાં એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતા એક યુવકના નામે ગાંધીનગરના દહેગામ તાલુકાના બહીયલ ખાતે આવેલી એન્જીનીયરીંગ કોલેજમાં ડિપ્લોમા કોર્સમાં એડમિશન મેળવી તેના નામે બારોબાર સમાજ કલ્યાણ વિભાગમાંથી સ્કોલરશીપની રકમ ઉપાડી લેવા મામલે સેકટર-7 પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી કૌભાંડના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીના નામે બારોબાર શિષ્યવૃતિ મંજૂર થઈ ઉપડી ગઈ રાજ્યમાં સરકારી યોજનાઓ અને સ્કોલરશીપના નામે આચરવામાં આવતા આર્થિક કૌભાંડોનો સિલસિલો યથાવત છે, ત્યારે ગાંધીનગર અને વડોદરા વચ્ચે કનેક્શન ધરાવતું એક મોટું શિષ્યવૃત્તિ કૌભાંડ સપાટી પર આવ્યું હતું.આ ચકચારી કૌભાંડની વિગતો એવી છે કે, વડોદરાના પાદરા તાલુકાના ઘાયજ મુકામે રહેતો પ્રતિકકુમાર કનુભાઈ પરમાર હાલમાં વડોદરા ખાતે એલઆઈસી એજન્ટ તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેણે વર્ષ 2017માં ડી.ડી. પટેલ શારદા ઇંગ્લીશ મિડીયમ સ્કુલ, પાદરા ખાતેથી ધોરણ-12ની પરીક્ષા આપી હતી. જેમાં તે નાપાસ થયો હતો. આથી તેણે અભ્યાસ પડતો મૂકી એલઆઈસી એજન્ટ તરીકે કામગીરી શરૂ કરી દીધી હતી. બાદમાં વર્ષ 2022-23માં તેણે ફરીથી રિપીટર તરીકે ધોરણ-12ની પરીક્ષા આપીને સફળતાપૂર્વક પાસ કરી હતી. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2023માં તેણે વડોદરાની કે.પી.જી.યુ. કોલેજમાં બી.એ. (બેચલર ઓફ આર્ટ્સ)ના પ્રથમ વર્ષમાં એડમીશન લીધું હતું. આ અભ્યાસ દરમિયાન સ્કોલરશીપ મેળવવા માટે પ્રતીક 15મી માર્ચ 2023ના રોજ વડોદરા ખાતે આવેલી સમાજ કલ્યાણ વિભાગની કચેરીમાં ગયો હતો. ત્યાં ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું કે,તમારા નામે અગાઉ જ ડિપ્લોમાના કોર્સ માટે સ્કોલરશીપ મંજૂર થઈને ચૂકવાઈ ગઈ છે. આ સાંભળીને પ્રતીક સ્તબ્ધ થઈ ગયો હતો. કારણ કે તે અગાઉ ધોરણ-12માં નાપાસ થયો હતો અને તેણે કોઈ પણ જગ્યાએ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન લીધું જ ન હતું. વિદ્યાર્થીની ફરિયાદ બાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું બાદમાં પ્રતીકે નાયબ નિયામક, અનુસુચિત જાતિની કચેરી, સહયોગ સંકુલ, સેક્ટર-11, ગાંધીનગર ખાતે આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી. આ માહિતીમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વર્ષ 2018-2019 દરમિયાન દહેગામના બહીયલ સ્થિત એફ.ડી. (મુબીન) ઇન્સ્ટીટયુટ ઓફ એન્જીનીયરીંગમાં ડિપ્લોમાના કોર્સમાં પ્રતીકના નામે બોગસ એડમિશન દર્શાવવામાં આવ્યું હતું. ઉપરાંત ગાંધીનગર કચેરીથી સ્કોલરશીપ મંજૂર કરાવીને તે રકમ વટાવવા માટે અમદાવાદના સી.ટી.એમ. વિસ્તારમાં આવેલી કડી નાગરીક સહકારી બેંકની શાખામાં પ્રતીકના નામે એક ખોટું બેંક ખાતું પણ ખોલાવી દેવાયું હતું. આ સરકારી સહાય મેળવવા માટે કૌભાંડીઓ દ્વારા પ્રતીકના નામે એક ખોટું સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તપાસ સંભાળી હતી. SOGની ટીમે ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોના આધારે આ સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ વિજય જયંતિલાલ પટેલની ધરપકડ કરી લીધી છે. પકડાયેલો આરોપી વિજય પટેલ હાલ સૂર્યાશ સોલિટર ફ્લેટ, શીલજ (અમદાવાદ) ખાતે રહે છે અને તે મૂળ મોટા હરીપુરા, તાલુકો વિરમગામનો વતની છે. અન્ય વિદ્યાર્થીઓની પણ આ રીતે શિષ્યવૃતિ ઉપાડી લેવાઈ હોવાની આ્રશંકા આ અંગે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ. આઈ. ભાટીએ જણાવ્યું કે, આ એક મોટું રેકેટ હોઈ શકે છે જેમાં અનેક વિદ્યાર્થીઓના નામે બારોબાર શિષ્યવૃત્તિ ઉપાડી લેવાઈ હોય તેવી આશંકા છે. વર્ષ 2016 થી 2019 દરમિયાન જો અન્ય કોઈ પણ નાગરિક કે વિદ્યાર્થી આ પ્રકારે સરકારી શિષ્યવૃત્તિ મેળવવા બાબતે ઠગાઈનો ભોગ બન્યા હોય તો તેમણે તાત્કાલિક ગાંધીનગર એસઓજી પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. પોલીસ હાલ આરોપી વિજય પટેલના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી આ કૌભાંડમાં શૈક્ષણિક સંસ્થાના કયા હોદ્દેદારો કે સરકારી બાબુઓ સામેલ હતા તે દિશામાં સઘન પૂછપરછ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચોમાસામાં સાસણ ગીર સફારી પાર્ક 4 મહિના માટે બંધ:વરસાદ ન પડતાં અભયારણ્ય પ્રવાસીઓ માટે 8 દિવસ મોડું બંધ કરાયું, દેવળિયા સફારી પાર્ક નિયમ મુજબ ખુલ્લો રહેશે
    Next Article
    સુરત ગુરુકુલમાં દેવકૃષ્ણદાસજી સ્વામીનું સ્વાગત:નંદ સંતો રચિત 33 રાસ ધરાવતા અલ્બમનું વિમોચન, દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું- સંસ્કૃતિની પુષ્ટિ માટે સંતો સદાય કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment