Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદના બોરસદમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ:જૂનાગઢની ઉતાવળી નદીમાં ઘોડાપૂર, ભરૂચમાં મોંધી 8 કાર ગટરમાં ખાબકી; પવન સાથે ભારે વરસાદની આગાહી

    12 hours ago

    આજે (14 સપ્ટેમ્બર) ગણેશ ચતુર્થીના દિવસે રાજ્યમાં મેઘરાજાની પણ ધમાકેદાર પધરાણી થઈ છે. સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં સૌથી વધુ આણંદના બોરસદમાં 4.52 ઇંચ અને પંચમહાલના ગોધરામાં 3.39 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે આઠ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વરસાદે વિઘ્ન ઊભું કર્યું હોવા છતાં લોકોમાં બપ્પાના આગમનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તો તાલાલા ગીરમાં ભારે વરસાદથી ખેડૂતોએ સૂકાતા પાકને લઇ હાશકારો અનુભવ્યો છે. જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ધોડાપૂર આવ્યું છે, તો ડામદર કુંડમાં પણ પાણીના આવક નોંધાઈ છે. આ સાથે ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબકતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણી વહેવા લાગ્યા છે. વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થતાં ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યના વરસાદની તસવીરો 19 જિલ્લામાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું એલર્ટ રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર તેજ બની છે. હવામાન વિભાગે આજે બપોરના 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, વડોદરા, આણંદ, ખેડા, અરવલ્લી, મહેસાણા, રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર અને ભરૂચમાં 41થી 61 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ અને 60%થી વધુ વીજળી પડવાની શક્યતા દર્શાવાઈ છે. બીજી તરફ બનાસકાંઠા, પાટણ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં તેજ પવન સાથે મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાન વિભાગના નિયામક એ. કે. દાસના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠે 60 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ડમ્પરનું ટાયર ફાટ્યું, ધડાકો થતા જ ડ્રાઈવરના ચીથરા ઉડી ગયા:MPમાં 10 મિનિટ સુધી તડપતો રહ્યો, મોત; ટાયર ગરમ હોવાથી દુકાનવાળાએ ખોલવાની ના પાડી હતી, પણ માન્યો નહીં
    Next Article
    અમદાવાદમાં અંધારપટ સાથે ધોધમાર વરસાદ, 2 કલાકમાં વટવા-લાંભામાં 5 ઇંચ:બોપલ, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા, આગામી 3 કલાક માટે રેડ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment