Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બે અકસ્માતમાં બેનાં મોત:લાંભા પાસે બોલેરો પીકઅપમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત, બે મિત્રો ઈજાગ્રસ્ત

    20 hours ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. વટવાના ગામડી ચાર રસ્તા પાસે આઇવા ડમ્પરચાલકે બાઈકને ટક્કર મારતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું અને ત્રણ વર્ષની બાળકી સહિત બે ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે લાંભા પાસે રોડની રાઈડમાં ઉભી બોલેરો પીકઅપમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત અને બે મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. બોલેરો પીકઅપમાં મોપેડ ઘૂસી જતાં ત્રણેય મિત્રો રોડ પર પટકાયા શાહવાડીમાં 22 વર્ષીય મહેશ જાટ પરિવાર સાથે રહેતો હતો. રવિવારે રાત્રે તે મોપેડ પર બે મિત્રો બાબસિંગ શેખાવત તથા સોનુસિંગ રાજપૂતને લઇને ત્રણ સવારીમાં ફરવા નીકળ્યો હતો. જ્યારે લાંભા પાસે સર્વિસ રોડ પુરઝડપે જતાં હતાં. તે સમયે રોડની સાઇડમાં ઉભી રહેલ ડાક પાર્સલના બોલેરો પીકઅપ ગાડીમાં મોપેડ ઘૂસી જતા ત્રણેય રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. મોપેડચાલક મહેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે ઇજાગ્રસ્ત બંને મિત્રોને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથધરી છે. મહત્વનું છે કે, સ્થાનિકોનું કહેવું છે કે ત્રણેય યુવકો દારૂના નશામાં ઘૂત હોવાથી અકસ્માત થયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આઇવા ડમ્પરચાલકે બાઈકને ટક્કર મારતા વૃદ્ધાનું મોત દસ્ક્રોઇના ગામડી ગામમાં રહેતો 21 વર્ષીય ધ્વનીત પારેખ બી.ટેકનો અભ્યાસ કરે છે. ગત 21 જૂને તેની 3 વર્ષીય ભાણીને દવાખાને લઇ જવાની હોવાથી તે પિતરાઇભાઇનું બાઇક લઇને માતા ભાવનાબેન અને ભાણીને બેસાડીને વટવા જતો હતો. ત્યારે સાંજના સમયે ગામડી ચાર રસ્તા પાસે પહોંચ્યો તે સમયે પુરઝડપે આવી રહેલ આઇવા ડમ્પરચાલકે બાઇકને ટક્કર મારતા ત્રણેય રોડ પર પટકાયા હતાં. ભાવનાબેન ડમ્પર નીચે આવી જતા ટાયર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ધ્વનિત અને ત્રણ વર્ષની ભાણીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ અંગે પુત્રે જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    લખનઉ અગ્નિકાંડ- પહેલા માળેથી કૂદ્યો વિદ્યાર્થી, ગ્રીલ પર પડ્યો:સળગતી દુકાનમાંથી બિલાડીઓને બચાવી, મૃતદેહો જોઈને નાયબ મુખ્યમંત્રી રડી પડ્યા; 15 તસવીરોમાં દુર્ઘટના
    Next Article
    ચોમાસામાં સાસણ ગીર સફારી પાર્ક 4 મહિના માટે બંધ:વરસાદ ન પડતાં અભયારણ્ય પ્રવાસીઓ માટે 8 દિવસ મોડું બંધ કરાયું, દેવળિયા સફારી પાર્ક નિયમ મુજબ ખુલ્લો રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment