Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ અગ્નિવીરો માટે મોટા સમાચાર:દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી, નશામાં ધૂત તત્ત્વોનો પોલીસ-પીસીઆર વાન પર હુમલો, રિક્ષાના ભાડામાં વધારો

    19 hours ago

    પૂર્વ અગ્નિવીરોને ગુજરાત સરકારની મોટી ભેટ પૂર્વ અગ્નિવીરોને ગુજરાત સરકારની મોટી ભેટ.. પોલીસ, જેલ અને વન વિભાગની ભરતીમાં 20% અનામત મળશે.. સાથે શારીરિક કસોટીમાંથી મુક્તિ મળશે અને વયમર્યાદામાં પણ રાહત આપવામાં આવશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દ.ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે આજે દ.ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી . જો ક અમદાવાદમાં ગરમી અને બફારાનું જોર રહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો CNGના વધતા ભાવને કારણે રિક્ષા ભાડામાં વધારાની મંજૂરી અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો. રિક્ષાનું મિનિમમ ભાડું 20 રૂપિયા હતું જેમાં 5 રૂપિયાનો વધારો કરીને 25 રૂપિયા કરવામાં આવ્યું છે.. વધતા જતા CNGના ભાવના કારણે ભાડામાં વધારાની મંજૂરી આપવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રફુલ પટેલના પત્નીનું નિધન,PMએ પાઠવી સાંત્વના દીવ-દમણ, દાદરા-નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પત્નીનું નિધન થયું..હિંમતનગરમાં અંતિમવિધિ કરાશે... PM મોદીએ પરિવારને સાંત્વના પાઠવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક તરફ મહિલાઓની રોકકળ, બિલ્ડરની બિન્દાસ એન્ટ્રી સુરતમાં નાસિર નગરમાં થયેલા ડિમોલીશન બાદ આજે વરસાદ પડતા અહીના લોકોની હાલત કફોડી થઈ ગઈ. તાડપત્રી નીચે મહિલાઓ રડી પડી..રોતી-કકળતી મહિલાઓની બિલકુલ બાજુમાં બિલ્ડર કોઈ પણ જાતની સંવેદના વગર પોતાના કરોડોના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી રહ્યો હતો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત તત્ત્વોનો પોલીસ-પીસીઆર વાન પર હુમલો અંબાજીમાં નશામાં ધૂત થઈને પોલીસ -પીસીઆર વાન પર હુમલો કર્યો. લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાયફલ ક્લબ પાસેથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો અમદાવાદના રાયફલ ક્લબ પાસેથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો. બાળકને કપડામાં લપેટીને ફૂટપાથ પર મુકી દેવાયું હતું.. તેના શરીરમાંથી કીડા નીકળી રહ્યા હતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વોશિંગ પાઉડર અને શેમ્પુ બાદ નકલી સાબુ પકડાયા સુરતમાં વોશિંગ પાઉડર અને શેમ્પુ બાદ જાણીતી ઘર સોપ નામની બ્રાન્ડના નકલી સાબુ પકડાયા.. નકલીનો કારોબાર ઘરમાં જ ચલાવવામાં આવતો હતો. પોલીસે સાબુ બનાવવાની પ્લેટો, ખાલી કવરો અને નકલી સ્ટીકરો જપ્ત કર્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 700 રુ. માટે સાકીબે પોતાના જ મિત્રની હત્યા કરી અમદાવાદમાં 700 રુ. માટે હત્યાની ઘટના બની. સાથે કામ કરતા યુવકે 700 રુ. માગતા અન્ય યુવકે છરીના ઘા મારી હત્યા કરી નાખી. આરોપી શાકીબ અને મૃતક જયશંકર વચ્ચે અગાઉથી રૂપિયા બાબતે માથાકૂટ ચાલતી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોંગ સાઈડ આવતા એક્ટિવાએ વિખેર્યો પરિવાર મહેસાણાના વિજાપુરમાં રોંગ સાઈડ એક્ટિવાના કારણે પરિવારનો માળો વીખેરાયો. રોંગસાઈટ આવતું એક્ટિવા જોઈ બાઈકચાલકે બ્રેક મારતા પાછળ બેસેલી પત્ની ઉછળીને ટ્રેક્ટર નીચે આવી ગઈ.અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના 68 ડેમ તળિયાઝાટક:વરસાદ ખેંચાતા સંકટના વાદળો ઘેરાયા, સૌરાષ્ટ્ર-કચ્છના ડેમમાં સૌથી ઓછું પાણી; ઝોન વાઈઝ જળસંગ્રહની સ્થિતિ
    Next Article
    GSRTCની ડ્રાઈવર ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માંગ:NSUI અને ઉમેદવારોએ મધ્યસ્થ કચેરીએ દેખાવો કર્યો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે લાયસન્સ રજૂ કરવાની જોગવાઈ કરવાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment