Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSRTCની ડ્રાઈવર ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માંગ:NSUI અને ઉમેદવારોએ મધ્યસ્થ કચેરીએ દેખાવો કર્યો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે લાયસન્સ રજૂ કરવાની જોગવાઈ કરવાની માંગ કરી

    18 घंटे पहले

    GSRTCની ડ્રાઈવર ભરતીને લઈને ઉમેદવારોએ રાણીપમાં આવેલી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરી ખાતે દેખાવો કર્યો છે. RTO કચેરીમાં છેલ્લા કેટલાક દિવસથી સર્વરમાં ટેકનિકલ ખામીના કારણે અનેક ઉમેદવારો ડ્રાઈવિંગ લાયસન્સનું રિન્યુઅલ કરાવી શક્યા નથી. જ્યારે 5 જુલાઈએ અરજી કરવાની છેલ્લી તારીખ છે. જેથી, ઉમેદવારોએ અરજીની મુદત વધારવા અથવા કન્ડક્ટર ભરતીની જેમ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે લાયસન્સ રજૂ કરવાની જોગવાઈ કરવાની માંગ કરી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે લાયસન્સ રજૂ કરવાની જોગવાઈ કરવા માગ કરાઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ષ 2026 માટે જાહેર કરાયેલી ડ્રાઈવર ભરતીને લઈને ઉમેદવારો ચિંતામાં મુકાઇ ગયા છે. RTOના સર્વરમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી ટેક્નિકલ ખામીના કારણે અનેક ઉમેદવારો પોતાના ડ્રાઈવિંગ લાઇસન્સનું રિન્યુઅલ કરાવી શક્યા નથી. બીજી તરફ નિયમ મુજબ ડ્રાઈવર તરીકે જરૂરી હેવી ડ્રાઇવિંગ લાઇસન્સનો અનુભવ માંગવામાં આવ્યો છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ માત્ર બેથી ત્રણ દિવસનો ઓછો અનુભવ હોવાના કારણે ફોર્મ ભરી શકતા નથી. જેથી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે લાયસન્સ રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવે તો તેમને ફાયદો થઈ શકે તેવી માંગ કરવામાં આવી છે. NSUIના કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ કચેરી ખાતે દેખાવો કર્યો જેથી સમસ્યાઓને લઈને NSUIના કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ રાણીપમાં આવેલી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરી ખાતે દેખાવો કર્યો હતો. વિરોધ કરવા અને આવેદનપત્ર આપવા માટે ઉમેદવારો અને NSUIના કાર્યકર્તાઓ પહોચતા દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉમેદવારોનું કહેવું છે કે, તેઓ ભરતી માટે જરૂરી શૈક્ષણિક, શારીરિક અને અન્ય તમામ લાયકાતો ધરાવે છે, પરંતુ માત્ર RTOની ટેકનિકલ સમસ્યાના કારણે અને નિયમના કારણે અનેક વિદ્યાર્થીઓ અરજી કરી શકતા નથી. અનેક લાયક ઉમેદવારોને નોકરીની તક ગુમાવવી નહીં પડે કન્ડક્ટર ભરતીમાં સર્વરની સમસ્યાને ધ્યાનમાં રાખીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન લાયસન્સ રજૂ કરવાની છૂટ આપવામાં આવી છે. તેથી, ડ્રાઈવર ભરતીમાં પણ આવી જ વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. જો અરજીની અંતિમ તારીખ લંબાવવામાં આવે અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે માન્ય લાયસન્સ રજૂ કરવાની છૂટ આપવામાં આવે તો અનેક લાયક ઉમેદવારોને નોકરીની તક ગુમાવવી નહીં પડે. જેથી NSUI દ્વારા GSRTCને ઉમેદવારોના હિતમાં સકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પૂર્વ અગ્નિવીરો માટે મોટા સમાચાર:દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી, નશામાં ધૂત તત્ત્વોનો પોલીસ-પીસીઆર વાન પર હુમલો, રિક્ષાના ભાડામાં વધારો
    Next Article
    નર્મદા જિલ્લા પંચાયતમાં AAPએ શાસન સંભાળ્યું:કારોબારી, આરોગ્ય, શિક્ષણ સહિતની વિવિધ સમિતિના ચેરમેનોની DDOની અધ્યક્ષતામાં વરણી કરાઈ; ચૈતર વસાવા હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment