Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા જિલ્લા પંચાયતમાં AAPએ શાસન સંભાળ્યું:કારોબારી, આરોગ્ય, શિક્ષણ સહિતની વિવિધ સમિતિના ચેરમેનોની DDOની અધ્યક્ષતામાં વરણી કરાઈ; ચૈતર વસાવા હાજર રહ્યા

    16 घंटे पहले

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ પાસેથી જિલ્લા પંચાયત અને 4 તાલુકા પંચાયતો જીતી લીધા બાદ હવે આમ આદમી પાર્ટીએ (AAP) સત્તાવાર રીતે શાસન સંભાળ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિયુક્તિ બાદ, આજે નર્મદા જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની (DDO) અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ભવન ખાતે ધારાસભ્ય, પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમિતિના ચેરમેનોની જાહેરાત કારોબારી સમિતિ ચેરમેન: અસ્મિતાબેન ઠાકોર બાંધકામ સમિતિ ચેરમેન: પંકજ વસાવા આરોગ્ય સમિતિ ચેરમેન: ડૉ. દયારામ વસાવા શિક્ષણ સમિતિ ચેરમેન: ગોવિંદ ભીલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન: શકુંતલાબેન વસાવા બાળ વિકાસ સમિતિ ચેરમેન: શકુંતલાબેન તડવી અપીલ સમિતિ ચેરમેન: અંજનાબેન વસાવા (પ્રમુખ) સિંચાઈ સમિતિ ચેરમેન: રમીલાબેન વસાવા ચેમ્બરમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો વરણી બાદ તમામ ચેરમેનોએ પોતાની ચેમ્બરમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવાએ નવા વરાયેલા ચેરમેનોને તેમની ઓફિસમાં લઈ જઈને ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા. છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચાડવાનો સંકલ્પ આ પ્રસંગે ધારાસભ્ય ચૈતર વસાવા અને નવનિયુક્ત ચેરમેનોએ જિલ્લાના વિકાસ કાર્યોને અગ્રતા આપવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં સિંચાઈ, પીવાનું પાણી, રોડ-રસ્તા, કનેક્ટિવિટી અને રોજગારી જેવા અનેક પડકારો છે. આ ઉપરાંત શાળાઓમાં શિક્ષકોની ઘટ અને આંગણવાડી કેન્દ્રોના પૂરતા મકાનો ન હોવાની સમસ્યાઓ પણ છે. 4 તાલુકાઓનું સુકાન આપના હાથમાં તેમણે ઉમેર્યું કે, હવે જ્યારે જિલ્લા પંચાયત અને 4 તાલુકાઓનું સુકાન આપના હાથમાં આવ્યું છે, ત્યારે જિલ્લાના વહીવટી તંત્ર, અધિકારીઓ અને પ્રજાને સાથે રાખીને વિકાસના કામો કરવામાં આવશે. સરકારની તમામ લોકકલ્યાણકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    GSRTCની ડ્રાઈવર ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માંગ:NSUI અને ઉમેદવારોએ મધ્યસ્થ કચેરીએ દેખાવો કર્યો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે લાયસન્સ રજૂ કરવાની જોગવાઈ કરવાની માંગ કરી
    Next Article
    પાટણ સાયબર ક્રાઇમે મ્યુલ હન્ટ 2.0 માં એક આરોપીને ઝડપ્યો:બેંક દસ્તાવેજો, સિમકાર્ડ સાથે ઝડપાયો; ગોવાના સાગરીતની શોધખોળ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment