Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરબ કેસરિયા ને પાણી પિનારા નોનવેજના શૌકીન!:ગાંધીનગરમાં જાહેરમાં પરબની આડમાં ધમધમતી નોનવેજની હાટડી પર સર્જિકલ સ્ટ્રાઇક, કમિશનરના આદેશથી આજથી ખાસ ઝુંબેશ શરૂ

    9 hours ago

    પાટનગર ગાંધીનગરના જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વગર કોઈ ડરે ગેરકાયદેસર રીતે ઉભી થઈ ગયેલી નોનવેજની હાટડીઓ તેમજ લારી-ગલ્લાના દબાણો સામે આખરે ગાંધીનગર મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. મનપાના એસ્ટેટ વિભાગે મ્યુનિસિપલ કમિશનરના આદેશથી આજથી જ શહેરભરમાં ગેરકાયદેસર દબાણો પર ‘સર્જિકલ સ્ટ્રાઇક’ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર સત્તાધારી પક્ષના એક દિગ્ગજ નેતાની ટકોર બાદ અચાનક સફાળું જાગ્યું છે. પરબ કેસરિયા ને પાણી પીનારા નોનવેજના શૌકીન આ સમગ્ર વિવાદની શરૂઆત ગઈકાલે રાતે ગાંધીનગરના વ્યસ્ત એવા સરગાસણ ચાર રસ્તા પાસેથી થઈ હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓની તરસ છીપાવવાના શુભ આશયથી ગાંધીનગર ભાજપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પાણીની પરબો શરૂ કરવામાં આવી છે, જેના પર ભાજપના નેતાઓના ફોટા પણ લગાવવામાં આવ્યા છે. જોકે, સરગાસણ ચાર રસ્તા નજીક આવેલી આવી જ એક ભાજપની પાણીની પરબના સામિયાણાની ઓથ હેઠળ છેલ્લા ઘણા સમયથી નોનવેજની હાટડી ધમધમી રહી હતી. નવાઈની વાત એ હતી કે લોકો આ ગેરકાયદેસર હાટડી પર નોનવેજ આરોગતા હતા અને બાજુમાં આવેલી ભાજપની પરબમાંથી જ ઠંડુ મિનરલ વોટર પીતા હતા. આ વિચિત્ર પરિસ્થિતિના કારણે સામાન્ય તરસ્યા રાહદારીઓ પરબનું પાણી પીવામાં ભારે ખચકાટ અને સંકોચ અનુભવી રહ્યા હતા. સ્થાનિક મહિલાઓ અસુરક્ષિત સાંજ પડતાની સાથે જ આ સ્થળ પર નોનવેજ ખાનારાઓની ભારે ભીડ જામતી હતી, જેના કારણે મુખ્ય માર્ગ પર રોજબરોજ ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. ફૂટપાથ પર જ ખુલ્લેઆમ તવા પર નોનવેજ વેચાતું હોવાથી અહીં અસામાજિક અને દારૂડિયા તત્વોનો જમાવડો પણ વધવા લાગ્યો હતો. સ્થાનિક રહીશો અને ખાસ કરીને મહિલાઓ માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. આ બધું જ નજીકમાં આવેલી પોલીસ ચોકીની આંખ સામે થઈ રહ્યું હોવા છતાં સ્થાનિક પોલીસ તંત્રએ લાંબા સમય સુધી આંખ આડા કાન કર્યા હતા. ભાજપના નેતાનો ફોન આવતા મનપા રાતોરાત એક્શન મોડમાં રવિવારે રાત્રે આ સમગ્ર મામલો અને સ્થાનિક નાગરિકોની હાલાકીની ફરિયાદ શહેર ભાજપના એક દિગ્ગજ નેતા સુધી પહોંચી હતી. પક્ષની પાણીની પરબના ‘કેસરિયા છાંયડા’ની આડમાં જ નોનવેજ વેચાતું હોવાની વિગતો સામે આવતા જ નેતાએ તુરંત રાત્રે મનપાના ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક આદેશ આપી ગાઢ નિંદ્રામાંથી જગાડ્યા હતા. રાજકીય દબાણ આવતાની સાથે જ મનપાની એસ્ટેટ શાખા રાતોરાત દોડતી થઈ ગઈ હતી અને રવિવારે મોડી રાત્રે જ સરગાસણની આ નોનવેજ હાટડીને તાત્કાલિક અસરથી તોડી પાડી બંધ કરાવી દીધી હતી. કમિશનરની ઇમરજન્સી બેઠકમાં વિસ્તારો આઇડેન્ટીફાય કરાયા રાજકીય નેતાની નારાજગી બાદ આજે સોમવારે સવારે ઓફિસ ખુલતાની સાથે જ મ્યુનિસિપલ કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે એક ઈમરજન્સી બેઠક યોજી હતી. કમિશનરે કડક વલણ અપનાવીને શહેરમાં ગેરકાયદેસર રીતે ઉભી થઈ ગયેલી તમામ નોનવેજની હાટડીઓ સામે તાત્કાલિક કડક ઝુંબેશ શરૂ કરવા આદેશો જારી કર્યા છે. મનપાના સૂત્રો મુજબ, એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોનું લિસ્ટ તૈયાર કરી તવાઈ બોલાવવાનું શરૂ કરાયું છે, જેમાં નીચેના સ્થળો મુખ્ય છે: મનપા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, શાસક પક્ષે પોતે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી હોવાથી, હવે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. કોઈપણ સંજોગોમાં પાટનગરના જાહેર માર્ગો કે રહેણાંક વિસ્તારોમાં આવી નોનવેજની હાટડીઓ ફરી ઉભી રહેવા દેવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    રાધનપુરમાં બંધ મકાનમાંથી ₹1.90 લાખની ચોરી:લોકડાયરામાં ગયેલા પરિવારના ઘરમાંથી સોના-ચાંદી, રોકડની ઉઠાંતરી
    Next Article
    ખેતાટીંબી રોડ નજીક બાવળની કાંટમાં ઇકોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:402 બોટલ સહિત 2.71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, કંથારિયાનો બુટલેગર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment