Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતાટીંબી રોડ નજીક બાવળની કાંટમાં ઇકોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:402 બોટલ સહિત 2.71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, કંથારિયાનો બુટલેગર ફરાર

    8 hours ago

    ભાવનગરના વલ્લભીપુર પોલીસ ટીમે ગતરોજ(21 જૂન) પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ખેતાટીંબી રોડ નજીક બાવળની કાંટમાં રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક ઇકો કારમાંથી વિદેશી દારૂની કુલ 402 બોટલો સહિત કુલ રૂ. 2,71,702નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જોકે, પોલીસને જોઈને કંથારિયા ગામનો બુટલેગર ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. ઇકોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને સગેવગે કરવાની ફિરાકમાં હતો વલ્લભીપુર પોલીસની ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, નરેન્દ્ર ઉર્ફે નરેશ ઉર્ફે નરો બાબુભાઇ દલસાણીયા (રહે. કંથારીયા) નામનો શખ્સ કંથારીયાથી ખેતાટીંબી ગામ તરફ જતા રસ્તા પર બાવળની ઝાડીમાં પોતાની ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેને સગેવગે કરવાની ફિરાકમાં ઊભો છે. 402 બોટલ સહિત 2.71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત બાતમીવાળા સ્થળે પોલીસે તુરંત દરોડો પાડતા ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પડેલી એક ઇકો કાર (નંબર: GJ-04-AP-3976) મળી આવી હતી. પોલીસે કારની સઘન તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂની કુલ 402 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 71,702 આંકવામાં આવી છે. પોલીસે રૂ.2 લાખની કિંમતની ઇકો કાર અને દારૂના જથ્થા સહિત કુલ રૂ. 2,71,702નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કંથારિયાનો બુટલેગર ફરાર, ફરિયાદ નોંધાઈ રેઇડ દરમિયાન આરોપી નરેન્દ્ર ઉર્ફે નરો દલસાણીયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આ અંગે વલ્લભીપુર પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની ચક્રોગતિમાન કરી છે.
    Click here to Read More
    Previous Article
    પરબ કેસરિયા ને પાણી પિનારા નોનવેજના શૌકીન!:ગાંધીનગરમાં જાહેરમાં પરબની આડમાં ધમધમતી નોનવેજની હાટડી પર સર્જિકલ સ્ટ્રાઇક, કમિશનરના આદેશથી આજથી ખાસ ઝુંબેશ શરૂ
    Next Article
    साजिश के तहत हिंदूवादी संगठनों से करवाया हंगामा, ग्राम प्रधान जगपाल गिरफ्तार, इसने ही रची थी sajish

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment