Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ કલેક્ટર કચેરીએ ખેડૂતોનો દેખાવ:પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન મુદ્દે આવેદનપત્ર પાઠવાયું

    1 day ago

    ભરૂચ જિલ્લાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા. તેમણે પાવરગ્રીડ-ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન અને વળતર પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરીને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ખેડૂતોએ યોગ્ય મૂલ્યાંકન, પારદર્શક પ્રક્રિયા અને ન્યાયસંગત વળતરની માંગ કરી હતી. આવેદનપત્રમાં ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે અનેક ખેડૂતોને કાયદેસરની નોટિસ સમયસર મળી ન હોવાથી તેઓ સુનાવણીમાં પોતાનો પક્ષ રજૂ કરી શક્યા ન હતા. વધુમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓ હોવા છતાં વિવિધ જિલ્લાઓમાં વળતર માટે અલગ-અલગ ધોરણો અપનાવવામાં આવતા ખેડૂતો સાથે અસમાનતા થતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ, સરકારી જમીન અને ખાનગી જમીન માટે વળતર નક્કી કરવાની પદ્ધતિમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. તેમણે ટ્રાન્સમિશન લાઇન અને ટાવરથી થતા નુકસાનનું સંપૂર્ણ વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત, ટાવર ફૂટિંગ, સિંચાઈ વ્યવસ્થા, જમીનના ભાગલા, ભવિષ્યના વિકાસની સંભાવના અને જમીનની બજાર ક્ષમતા પર પડતી અસરનો સમાવેશ કરીને "ફુલ કમ્પન્સેશન" (સંપૂર્ણ વળતર) આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં કલમ 16(1) બાદ ખેડૂતોની જમીનમાં પ્રવેશ માટે દબાણ અને પોલીસ બળનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો પણ કરાયા હતા. ખેડૂતોની સંમતિ વિના કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તેમજ આવા બનાવોની તપાસ કરવાની માંગ પણ રજૂ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને યોગ્ય નોટિસ, સમાન વળતર નીતિ, સંપૂર્ણ મૂલ્યાંકન અહેવાલ જાહેર કરવા, ભવિષ્યના વિકાસની સંભાવનાનો વિચાર કરવા અને દબાણાત્મક કાર્યવાહી બંધ કરવા સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લીવિંગની અનોખી પહેલ:અમદાવાદમાં 50થી વધુ સ્થળોએ 25 હજારથી વધુ લોકોએ આર્ટ ઓફ લિવિંગ સાથે યોગાભ્યાસ કર્યો
    Next Article
    12 વર્ષથી ફરાર ગેંગરેપ-લૂંટનો આરોપી ઝડપાયો:જામનગરનો આજીવન કેદ પામેલો 'પારસ ઉર્ફે ધોરિયો' સાબરમતી રેલવે સ્ટેશનથી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment