Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લીવિંગની અનોખી પહેલ:અમદાવાદમાં 50થી વધુ સ્થળોએ 25 હજારથી વધુ લોકોએ આર્ટ ઓફ લિવિંગ સાથે યોગાભ્યાસ કર્યો

    2 days ago

    ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા છેલ્લા 45 વર્ષથી વિશ્વભરમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને માનવ મૂલ્યોના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. આજે યોગના અભ્યાસથી થતા શારીરિક, માનસિક અને ભાવનાત્મક લાભોથી સમગ્ર વિશ્વ પરિચિત છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના દરેક ખૂણામાં ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એક અનોખી પહેલ નિમિત્તે, આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુજરાતમાંથી સંચાલિત ચાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં વિશેષ યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરો અને રેલવે કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. તદુપરાંત અમદાવાદ તથા આસપાસના જિલ્લાઓમાં આર્ટ ઓફ લિવિંગ અમદાવાદ ચેપ્ટર દ્વારા સરકારી સંસ્થાઓ જેમકે આયકર ભવન, હોમગાર્ડ વિભાગ, પોલીસ હેડક્વાર્ટર્સ, દિવાન બલ્લુભાઈ સ્કૂલ, એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ, સેન્ટ મેરી સ્કૂલ, કાંકરિયા ગેટ નં. 1, અને ઔદ્યોગિક સંસ્થાઓ, જાહેર ઉદ્યાનો સહિત ૫૦થી વધુ સ્થળોએ યોગ, પ્રાણાયામ અને ધ્યાનના વિશાળ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ૨૫,૦૦૦થી વધુ લોકોએ યોગાભ્યાસનો લાભ લીધો જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અધિકારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યોગના મહત્વ વિશે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કહે છે કે, “યોગ તમને પડકારોનો સામનો કરવા માટે ઊર્જા અને સ્થિતિસ્થાપકતા આપે છે. આજે જ્યારે વિશ્વ ગંભીર માનસિક સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યારે યોગ જ તેનો અત્યંત જરૂરી અને અસરકારક ઉપચારરૂપ જવાબ છે.” ગુરુદેવની આ પ્રેરણાદાયી વિચારધારાથી પ્રેરિત થઈ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દર વર્ષે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરે છે." આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ ઉજવણી દ્વારા હજારો લોકોએ સ્વસ્થ, ખુશહાલ અને તણાવમુક્ત જીવન જીવવાનો સંકલ્પ કર્યો અને સમાજમાં આરોગ્ય, સુખાકારી તથા માનસિક શાંતિનો સંદેશ વ્યાપક રીતે પ્રસરાવ્યો.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુર કલેક્ટરે 'કલેક્ટર ઇન ક્લાસરૂમ' કાર્યક્રમ શરૂ કર્યો:SF હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે સશક્તિકરણ માટે ચર્ચા કરી
    Next Article
    ભરૂચ કલેક્ટર કચેરીએ ખેડૂતોનો દેખાવ:પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન મુદ્દે આવેદનપત્ર પાઠવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment