Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુર કલેક્ટરે 'કલેક્ટર ઇન ક્લાસરૂમ' કાર્યક્રમ શરૂ કર્યો:SF હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે સશક્તિકરણ માટે ચર્ચા કરી

    2 days ago

    છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને 'કલેક્ટર ઇન ક્લાસરૂમ' નામનો નવતર કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને સશક્ત બનાવવાનો છે. આ અંતર્ગત, કલેક્ટરે આજે એસ.એફ. હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે ખુલ્લી ચર્ચા કરી હતી. કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા શરૂ કરાયેલા આ કાર્યક્રમનો હેતુ બાળાઓમાં અડગ આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો છે. આ ચર્ચા સત્ર દરમિયાન દીકરીઓને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન, કલેક્ટર ગાર્ગી જૈને દીકરીઓમાં આત્મગૌરવ જગાડવા માટે પ્રેરણાદાયી વાક્યો દરરોજ બોલવા જણાવ્યું હતું. જેમાં 'હું સ્વચ્છ રહીશ, હું આત્મવિશ્વાસી રહીશ, હું સુરક્ષિત રહીશ, હું નિયમિત રમતગમત રમીશ અને મારા પરિવાર, ગામ તેમજ દેશનું નામ રોશન કરીશ' જેવા સંકલ્પોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે, જિલ્લા કલેક્ટરે દરેક વિદ્યાર્થીનીને પેન્સિલ ભેટ આપી હતી. તેમણે દરેક વિદ્યાર્થીનીને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવવાના કાર્યમાં સહભાગી બનવા માટે પણ અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો:સંવાદ કેન્દ્ર દ્વારા "No War, Draw More Love!” થીમ પર આયોજન
    Next Article
    વિશ્વ યોગ દિવસ નિમિત્તે આર્ટ ઓફ લીવિંગની અનોખી પહેલ:અમદાવાદમાં 50થી વધુ સ્થળોએ 25 હજારથી વધુ લોકોએ આર્ટ ઓફ લિવિંગ સાથે યોગાભ્યાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment