Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 વર્ષથી ફરાર ગેંગરેપ-લૂંટનો આરોપી ઝડપાયો:જામનગરનો આજીવન કેદ પામેલો 'પારસ ઉર્ફે ધોરિયો' સાબરમતી રેલવે સ્ટેશનથી પકડાયો

    1 day ago

    જામનગરના ચકચારી ગેંગરેપ અને લૂંટ કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલ, જે છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો, તેને પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગર LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી તેની ધરપકડ કરી. આ સમગ્ર મામલો વર્ષ 2012માં જામનગરના લાલવાડી વિસ્તારમાં બનેલા ગેંગરેપ અને લૂંટના ગંભીર ગુના સાથે સંબંધિત છે. આ ગુનામાં પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલ, રામચરણ ઉર્ફે મંગલરામ અને દીપક ઉર્ફે કાલો ફંચિયા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2014માં અદાલતે આ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા થયા બાદ, આરોપી પારસ ઉર્ફે ધોરિયો મોહનલાલે 10 ઓગસ્ટ, 2014ના રોજ માત્ર 4 દિવસના વચગાળાના જામીન મેળવ્યા હતા. જોકે, પેરોલની મુદત પૂરી થયા પછી તે જેલમાં હાજર થયો ન હતો અને ત્યારથી ફરાર હતો. પેરોલ જમ્પ કરનારા આરોપીઓને પકડવા માટે જામનગર LCB પી.આઈ. વી.બી.ચૌધરી અને પી.એસ.આઈ. ભાટિયાના માર્ગદર્શન હેઠળ સુરેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, દિલીપસિંહ અને લગધીરસિંહ સહિતની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રેલવે સ્ટેશનો પર આશ્રય લેતો હતો. આથી પેરોલ ટીમે 100થી વધુ રેલવે સ્ટેશનો પર જઈને તપાસ અને પૂછપરછ કરી હતી. DYSP જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે, 'આરોપી જ્યારે 2014માં પકડાયો ત્યારે તેના ફોટોગ્રાફ્સ અને વિગતો કેસ પેપર્સમાંથી મેળવવામાં આવી હતી. ત્યારબાદ તેના જૂના મોબાઈલ નંબરો, ટેકનિકલ ડેટા અને તેની ગતિવિધિઓ પર વોચ રાખવામાં આવી હતી.' તેમણે ઉમેર્યું કે, 'હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તે અગાઉ કોના સંપર્કમાં હતો અને જેલ દરમિયાન કોને મળતો હતો, તે તમામ બાબતોનો 360 ડિગ્રી અભ્યાસ કરવામાં આવ્યો હતો.' આ સઘન તપાસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે જામનગર પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પારસ ઉર્ફે ધોરિયો હાલ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી લીધી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ કલેક્ટર કચેરીએ ખેડૂતોનો દેખાવ:પાવરગ્રીડ ટ્રાન્સમિશન લાઇન મુદ્દે આવેદનપત્ર પાઠવાયું
    Next Article
    How Amitav Ghosh's Book On Colonial Indonesia Inspired A Kerala Budget Policy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment